બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / lung cancer death rate guidelines causes symptoms

હેલ્થ ટિપ્સ / સાવધાન! ભૂલથી પણ આ કેન્સરને મજાકમાં ન લેતા, નહીં તો જીવથી જશો, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 06:25 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જેવા દેશમાં ફેફસાનુ કેન્સર સૌથી વધારે થનાર બીજુ કેન્સર છે. 2020માં લગભગ 135,720 લોકો આ બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા હતા.

  • ફેફસાનું કેન્સર ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યુ છે
  • ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે
  • ફેફસાનું કેન્સર લગભગ 80% થી 90% મૃત્યુ માત્ર સિગારેટ પીવાને કારણે થાય છે

Lung Cancer : કેન્સર એ વિશ્વનો સૌથી ખતરનાક જીવલેણ રોગ છે. જો કે આજે તેની સારવાર પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે, પરંતુ આજે પણ આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. મહિલાઓમાં સ્તન અને અંડાશયનું કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરને સૌથી ખતરનાક માનવામાં આવે છે પરંતુ તાજેતરમાં સામે આવેલા અહેવાલે ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર, ફેફસાનું કેન્સર આના કરતા પણ વધુ ખતરનાક બની શકે છે. તેથી જ તેની સાથે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

શા માટે લંગ્સ કેન્સર આટલુ ખતરનાક છે
અમેરિકામાં બીજા નંબરનું સૌથી સામાન્ય રીતે જોવા મળતુ કેન્સર ફેફસાનું છે. 2020 માં લગભગ 135,720 લોકોએ આ રોગને કારણે જીવ ગુમાવ્યો હતો. આ આંકડો બ્રેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરથી થતા મૃત્યુ કરતા વધુ છે. ભારતમાં ફેફસાંનું કેન્સર પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને લઈને હેલ્થ એક્સપર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. ડોકટરોના અનુમાન મુજબ, 2023માં 2.38 લાખથી વધુ લોકોમાં આ કેન્સર જોવા મળી શકે છે. ફેફસાના કેન્સરને વધતા અટકાવવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. આવો જાણીએ...

lung cancer causes

ભારતમાં ઝડપથી વધી રહ્યો છે લંગ્સ કેન્સરના કેસ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સંશોધકોના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 2025 સુધીમાં ભારતમાં ફેફસાના કેન્સરના કેસ છેલ્લા 10 વર્ષની સરખામણીમાં 7 ગણા સુધી વધી શકે છે. જનસંખ્યા સ્ક્રિનિંગ સાધનોના અભાવ પર ચિંતા વ્યક્ત કરતા, વૈજ્ઞાનિકોએ કહ્યું કે, જો તેમાં સુધારો કરવામાં નહીં આવે તો મૃત્યુઆંક ઘટાડવો મુશ્કેલ બની શકે છે. હકીકતમાં, લગભગ 45% ફેફસાના કેન્સરના દર્દીઓમાં, જ્યારે કેન્સર શરીરના બાકીના ભાગમાં પહોંચી ગયું હોય ત્યારે તે શોધી કાઢવામાં આવે છે.

લંગ્સ કેન્સરને લઇ ગાઇડલાઇન્સ 
ટેસ્ટ અને બાકીની જાણકારીના આધારે, USPSTFએ ફેફસાના કેન્સરની તપાસ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. આમાં, દર વર્ષે ઓછામાં ઓછા 20 પેક ધૂમ્રપાન કરનારા 50-80 વર્ષની વયના લોકોમાં કેન્સર સ્ક્રિનિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. યુએસપીએસટીએફના અંદાજ મુજબ, જો નવી ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ફેફસાના કેન્સરથી થતા મૃત્યુમાં 13% થી વધુ ઘટાડો થઈ શકે છે.

સાવધાન! ઉધરસમાં જોવા મળે આ લક્ષણો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર, હોઈ શકે છે  કેન્સરના સંકેત | lung cancer these symptoms in cough are warning sign of lung  cancer

લંગ્સ કેન્સરનું મુખ્ય કારણ 
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ શોધી કાઢ્યું છે કે, ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. વૈજ્ઞાનિકોના મતે, ફેફસાના કેન્સરને કારણે થતા મૃત્યુમાંથી લગભગ 80% થી 90% મૃત્યુ માત્ર સિગારેટ પીવાને કારણે થાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ