બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / LSG In Playoffs After Huge Race, But Rinku Wins Hearts: See Who Will Face Dhoni In First Qualifier

IPL 2023 / જોરદાર રસાકસી બાદ LSG પ્લેઑફમાં, પણ રીન્કુએ જીત્યા દિલ: પહેલા ક્વાલિફાયરમાં ધોની સામે જુઓ કોની થશે ટક્કર

Megha

Last Updated: 09:12 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSKનો નેટ-રનરેટ લખનૌ કરતા સારો હતો. પહેલા ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે.

  • લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવી
  • CSKનો નેટ-રનરેટ લખનૌ કરતા સારો હતો
  • ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે

ગઇકાલે લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવ્યું. જણાવી દઈએ કે 20 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં લખનૌએ KKRને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, રિંકુ સિંહની શાનદાર અડધી સદીની ઈનિંગ્સ છતાં જીતી શક્ય નહતા. લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવીને આઈપીએલ 2023ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. 

આ જીત પછી પણ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સથી આગળ નીકળી શકી ન હતી અને ત્રીજા સ્થાને રહી છે. જણાવી દઈએ કે CSKનો નેટ-રનરેટ લખનૌ કરતા સારો હતો. પહેલા ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે. તો લખનૌ સુપર જાયન્ટ્સને એલિમિનેટર મેચ 24 મે માં ભાગ લેવો પડશે. બીજી તરફ હાર સાથે કોલકાતાની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

177 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ શાનદાર શરૂઆત કરી અને પાવરપ્લેમાં વેંકટેશ અય્યર સાથે જેસન રોયે ઘણા રન બનાવ્યા હતા અને બંનેએ 5.5 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી હતી. વેંકટેશે 15 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. એ બાદ કોલકાતાએ કેપ્ટન નીતીશ રાણા અને જેસન રોયની વિકેટ પણ ગુમાવી હતી. રોયે 28 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 

આ મેચનો સ્ટાર ખેલાડી રિંકુ સિંહ હતો જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારેલી મેચ લગભગ જીતી લીધી હતી. મેચની છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 21 રનની જરૂર હતી. છેલ્લી ઓવરમાં વૈભવ અરોરાએ યશ ઠાકુરના પહેલા બોલ પર એક રન લઈને રિંકુને સ્ટ્રાઈક રેટ આપી જે બાયડ વાઈડ બોલ ગયો અને ત્યારબાદ રિંકુએ બે બોલ ડોટ રમ્યા. યશ ઠાકુરે બીજો બોલ વાઈડ નાખ્યો એ કારણે KKRને હવે છેલ્લા ત્રણ બોલમાં 18 રનની જરૂર હતી.

136 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ એવું લાગી રહ્યું હતું કે કોલકાતાની ટીમ ટાર્ગેટથી ઘણી દૂર હશે પરંતુ રિંકુ સિંહે ફરી એકવાર તોફાની બેટિંગ કરીને મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી લીધી હતી. હવે છેલ્લા ત્રણ બોલ પર કોલકાતાએ જીતવા માટે 18 રન બનાવવાના હતા પણ રિંકુ સિંહ માત્ર 16 રન જ બનાવી શક્યો અને કોલકાતા એક રનથી મેચ હારી ગયું. રિંકુ સિંહે 33 બોલમાં અણનમ 67 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ