બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:20 AM, 28 November 2020
ADVERTISEMENT
ગેસ સબ્સિડી મળતી રહેશે
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે બીપીસીએલના ખાનગીકરણ બાદ પણ તે દરેક રસોઈ ગેસ ગ્રાહકોને સબ્સિડી આપશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એલપીજી પર સબ્સિડી સીધી જ ગ્રાહકોને અપાશે અન્ય કોઈ કંપનીને નહીં. આ માટે એલપીજી વેચનારી કંપનીના અધિકારની સબ્સિડી પર કોઈ અસર થશે નહીં.
ADVERTISEMENT
12 રસોઈ ગેસ સિલિન્ડર
ADVERTISEMENT
સરકાર દરેક કનેક્શન પર દર વર્ષે વધુમાં વધુ 12 રસોઈ ગેસ સિલિન્ડર (14.2 કિલોના) પર સબ્સિડી દરે આપે છે. આ સબ્સિડી સીધી જ ગ્રાહકોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
આમને પણ મળે છે સબ્સિડી
ADVERTISEMENT
ગ્રાહકો ડીલરથી બજાર કિંમતે એલપીજી ખરીદે છે અને પછી સબ્સિડી તેમના ખાતામાં આવે છે. સરકાર તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, બીપીસીએલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહકોને સબ્સિડી આપે છે.
ADVERTISEMENT
સરકાર વેચી રહી છે સંપૂર્ણ ભાગીદારી
સરકાર બીપીસીએલમાં પ્રબંધન નિયંત્રણની સાથે તેની સંપૂર્ણ 53 ટકાની ભાગીદારી વેચી રહી છે. કંપનીના નવા માલિકને ભારતની તેલ શોધન ક્ષમતાના 15.33 ટકા અને ઈંધણ બજારના 22 ટકા ભાગ મળશે. દેશના કુલ 28.5 કરોડ એલપીજી ગ્રાહકોમાં 7.3 કરોડ ગ્રાહકો બીપીસીએલના છે.
ગ્રાહકોનું શું થશે
ADVERTISEMENT
શું બીપીસીએલના ગ્રાહકો થોડા સમય બાદ આઈઓસી અને એચપીસીએલમાં ફેરવાઈ જશે..સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે આવો કોઈ પ્રસ્તાવ હાલમાં નથી. અમે ગ્રાહકોના ખાતામાં સબ્સિડી આપીએ છીએ તો તેનો હક કંપનીઓને નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT