જો તમે Paytmના એપની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમને ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી શકે છે. પેટીએમ તેના ગ્રાહકોને ખઆસ ઓફર આપી રહ્યું છે જેનાથી તેઓ ફ્રીમાં ગેસ સિલિન્ડર મેળવી શકે છે. તો જાણી લો ખાસ સ્ટેપ્સ અને બુક કરાવી લો તમારો ગેસ સિલિન્ડર. આ ઓફર 31 જાન્યુઆરી સુધી જ વેલિડ છે.
ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી જશે
Paytmના એપની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવો
31 તારીખ સુધી એપ પર મળી રહ્યું છે 700 રૂપિયાનું કેશબેક
એલપીજી સિલિન્ડર બુકિંગને માટે મોટી સંખ્યામાં લોકો પેટીએમ એપની મદદ લઈ રહ્યા છે. આ માટે પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગને માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ચૂક્યું છે. પેટીએમ પોતાના ગ્રાહકો માટે અવનવી ઓફર લાવતું રહે છે. Paytmએ રસોઈ ગેસના ગ્રાહકો માટે ફરી એક ખાસ સ્કીમ શરૂ કરી છે. જો તમે આ ઓફરનો લાભ લેશો તો તમે ફ્રીમાં સિલિન્ડર મેળવી શકો છો. આ એપ પર તમને 700 રૂપિયા સુધીનું કેશ બેક મળી રહ્યું છે. જે 24 કલાકમાં તમારા પેટીએમ વોલેટમાં જમા થાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લગભગ દેશમાં ગેસ સિલિન્ડરના રેટ્સ પણ 700 રૂપિયાની આસપાસ છે.તો જલ્દી કરો અને લો ખાસ ઓફરનો લાભ.
આ રીતે લો ઓફરનો લાભ
આ ઓફરનો લાભ ફક્ત એ લોકોને મળે છે જેઓ પહેલી વાર Paytmથી ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. ઓફરનો લાભ લેવા મોબાઈલમાં Paytm એપ ડાઉનલોડ કરો અને સાથે તેની મદદથી સિલિન્ડરનું બુકિંગ પણ કરાવો. તમે એપથી સિલિન્ડર બુક કરાવો છો તો તમને 700 રૂપિયાનું કેશ બેક મળી શકે છે. આ લાભ પહેલી વારના ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળી રહ્યો છે.
Paytmથી 700 રૂપિયાનું કેશબેક મેળવવા આ સ્ટેપ્સને કરો ફોલો
જો તમે ફોનમાં Paytm App ડાઉનલોડ નથી કર્યું તો તરત જ કરી લો.
હવે ફોન પર પેટીએમ એપ ખોલો.
આ પછી 'recharge and pay bills' પર જાઓ.
હવે અહીં 'book a cylinder' ઓપ્શન ખોલો.
ભારત ગેસ, એચપી ગેસ કે ઈન્ડેનમાંથી તમારો ઓપ્શન પસંદ કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે એલપીજી આઈડી લખો.
તમને પેમેન્ટનો ઓપ્શન દેખાશે.
હવે પેમેન્ટ કરતા પહેલાં ઓફર પર 'FIRSTLPG' પ્રોમો કોડ નાંખો.
હવે કરો આ કામ
Paytmની આ ઓફર ત્યારે કામ કરે છે જ્યારે તમારી બુકિંગ અમાઉન્ટ 500 રૂપિયા કે તેનાથી વધારેની છે. આ ઓફર 31 જાન્યુઆરી સુધી લાગૂ કરાઈ છે. જ્યારે તમે પેમેન્ટ કરો છો તમને એક સ્ક્રેચ કૂપન મળે છે. આ કૂપન બુકિંગા 24 કલાકમાં તમને મળે. તેને 7 દિવસમાં ખોલવાની રહે છે. આ પછી તમારા એકાઉન્ટમાં કેશબેક આવી જશે.
31 જાન્યુઆરી સુધી વેલિડ છે આ કેશબેકની ઓફર
500 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમના માધ્યમછી પહેલી વાર ગેસ બુકિંગને માટે ગ્રાહકોને મળી રહ્યું છે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offerનો લાભ 31 જાન્યુઆરી સુધી જ લઈ શકે છે. તો આજે જ બુક કરાવી લો તમારો ગેસ સિલિન્ડર અને મેળવો ફ્રીમાં.