LPG cylinder price hike to 50 rs from today onwards total price 999
મારી નાખ્યા! /
સામાન્ય માણસને રડાવશે આ મોંઘવારી, આજથી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત
Team VTV09:07 AM, 07 May 22
| Updated: 09:12 AM, 07 May 22
ગૃહિણીઓને તેમની રસોઈ થોડી મોંઘી પડવાની છે. સાથે સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.
રસોઈ હવે પડશે મોંઘી
એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો
LPG સિલિન્ડરની નવી કિંમત 999 રૂપિયા
સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો
જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે.
The price of 14.2 kg Domestic LPG cylinder increased by Rs 50 with effect from today. The domestic cylinder will cost Rs 999.50/cylinder from today.
એલપીજીનો વપરાશ ઘટ્યો
પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં LPG નો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો
નોંધનીય છે કે 1 મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.