બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lok Sabha passes Bill to link voter ID, Aadhaar cards amid protest by Opposition

સંસદ / વોટર IDને આધાર કાર્ડ સાથે જોડનાર ચૂંટણી કાયદા સુધારા બીલ લોકસભામાં પસાર, જાણો જોગવાઈઓ

Hiralal

Last Updated: 04:45 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટર IDને આધાર સાથે જોડનાર ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021 સોમવારે લોકસભામાં પસાર થઈ ગયું છે.

  • લોકસભામાં પાસ થયું  ચૂંટણી કાયદા સુધારા બીલ
  • બીલમાં વોટર IDને આધાર સાથે જોડવાની જોગવાઈ
  • મતદાન યાદીમાં પુનરાવર્તન ટાળવા અને નકલી મતદાન રોકવા માટે બીલ લવાયું 

ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021માં નકલી મતદાન રોકવા માટે વોટર આઈડી અને લિસ્ટને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે આ બીલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી જે પછી આજે તેને લોકસભામા રજૂ કરવામાં આવ્યું હતું અને પાસ પણ થઈ ગયું હતું. 

કાયદા મંત્રી કિરણ રિજ્જુએ આ બીલને લોકસભામાં રજૂ કર્યું હતું. બીલ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ શશી થરુરે કહ્યું કે આધાર 12 આંકડાવાળો ઓળખ નંબર છે જેમાં લોકોની બાયોમેટ્રીક અને વસતી માહિતી સામેલ છે. આધાર ફક્ત નિવાસનો પુરાવો હોવો જોઈએ, આ નાગરિકતાનો પુરાવો ન હોઈ શકે. જો તમે વોટર્સ પાસેથી આધાર માંગી રહ્યાં હોવ તો તમને એક દસ્તાવેજ મળશે જે નાગરિકતા નહીં પણ તેનો નિવાસ દર્શાવે છે. આવું કરીને તમે ગેર નાગરિકોને પણ મતદાનનો અધિકાર આપી રહ્યાં છો. 

આધાર-મતદાર ઓળખ પત્ર લિંક બિલ‎ ‎બાંગ્લાદેશી સમર્થક છે-‎તૃણમૂલના સાંસદ

‎તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનર્જી બોલવા ઊભા થતાં જ સત્તાધારી પક્ષના સાંસદોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધી હતી. બેનર્જીએ કહ્યું કે આ એક વિધેયક છે જેણે સમગ્ર લોકશાહીને નષ્ટ કરી દીધી છે. આ વિધેયક પર ચર્ચા કરવાની જરૂર છે. દરમિયાન, સત્તાધારી સાંસદ બાંગ્લાદેશીના સમર્થક છે... તેણે કહ્યું અને બૂમો પાડવા લાગ્યો.‎

બિલ ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન- ‎ઓવૈસી

‎ઓવૈસીએ કેએસ પુટ્ટુસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો અને બિલને ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ખરડો પુટ્ટુસ્વામી કેસમાં આપવામાં આવેલી ગોપનીયતાની વ્યાખ્યાનું ઉલ્લંઘન કરે છે. ઓવૈસીએ આશંકા વ્યક્ત કરી હતી કે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે જોડવાથી સરકાર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે જરૂરી "ગુપ્ત મતદાન" ની પ્રક્રિયા સાથે ચેડાં કરી શકશે. તેમણે બિલ પર વિભાજનની માંગ કરી‎.

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે આપી હતી આ બીલને મંજૂરી

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021ને મંજૂરી આપવામાં આવી હતી જે પછી આજે સરકાર દ્વારા તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે વિપક્ષના ભારે હોબાળાની વચ્ચે પાસ થયું હતું. 

શું જોગવાઈઓ છે ચૂંટણી કાયદા સુધારા બીલમાં

આ બીલમાં વોટર આઈડી (ચૂંટણી કાર્ડ)ને આધાર સાથે જોડવાની જોગવાઈ છે, મતદાન યાદીમાં પુનરાવર્તન અને નકલી મતદાન રોકવા માટે બીલ લવાયું હોવાનું સરકારે જણાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Election Laws (Amendment) Bill link voter ID Aaddhar card parliament winter session 2021 ચૂંટણી સુધારા કાયદા બીલ વોટર આઈડી આધાર લિંક The Election Laws Bill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ