બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lok Sabha Election 2024 know where is polling station and candidates

કામની વાત / કોણ ઉમેદવાર, ક્યાં છે મતદાન મથક... જેવી A to Z જાણકારી તમને અહીંથી મળી રહેશે, બસ કરો આ કામ

Arohi

Last Updated: 02:59 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ભારતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને આચાર સંહિતા લાગુ થઈ ચુકી છે. એવામાં તમારૂ મતદાન કેન્દ્ર ક્યાં છે તમારા વિસ્તારનો ઉમેદવાર કોણ છે તેની જાણકારી આ એપ દ્વારા મળી જશે.

આ વખતે ચૂંટણી પંચે વોટર્સ અને કેન્ડિડેટ્સથી લઈને ચુંટણી આચાર સંહિતામાં જનભાગિદારી સુનિશ્ચિત કરવા માટે ઘણી એપ્સ લોન્ચ કરી છે. જો તમને મતદાન કેન્દ્ર કે ઉમેદવાર વિશે જાણકારી નથી તો એપથી સરળતાથી તેની જાણકારી મેળવી શકો છો. વોટર સરળતાથી ઘરે બેઠા જોઈ શકે છે કે વોટર લિસ્ટમાં તેમનું નામ છે કે નહીં. આ એપ તમારૂ કામ સરળ કરી દેશે.  

નો યોર કેન્ડિડેટ 
તમારા ત્યાં ઉમેદવાર કોણ છે? તેની જાણકારી માટે આ એપ મદદ કરી શકે છે. ચૂંટણી પંચની તરફથી આ એપ તૈયાર કરવામાં આવી છે. આ એરથી ખબર પડી જાય છે કે કઈ પાર્ટીથી કયો ઉમેદવાર છે. તેમની સંપત્તિ કેટલી છે અને તેમના ઉપર કોઈ કેસ છે કે નગીં. 

વોટર હેલ્પલાઈન 
વોટરની મદદ કરવા માટે ચૂંટણી પંચે આ એપ તૈયાર કરી છે. અહીં તમને વોટર લિસ્ટથી લઈને પોલિંગ સ્ટેશન સુધીની જાણકારી મળી જશે. જો તમારૂ વોટર લિસ્ટમાં નામ નથી તો ફોર્મ 6 દ્વારા નામ જોડવા માટે એપ્લાય કરી શકો છો. 

વોટર ટર્ન આઉટ 
કાઉન્ટિંગ વખતે કોણ આગળ ચાલી રહ્યું છે કોણ પાછળ. તેની જાણકારી માટે ચૂંટણી પંચે આ એપ બનાવી છે. આ એપથી ઘરે બેઠા પરિણામની જાણકારી મળી જશે. 

સુવિધા-કેન્ડિડેટ 
કોઈ પણ પોલિટિકલ પાર્ટી અને કેન્ડિડેટ્સને કોઈ કાર્યક્રમની મંજૂરી લેવા માટે ચૂંટણી અધિકારીઓની પાસે જવાની જરૂર નથી. આ એપથી અરજી કરી શકો છો.

વધુ વાંચો: હવે iPhone, Macbook યુઝર્સ પર મોટું સંકટ, સરકારી એજન્સીએ જાહેર કરી ચેતવણી

સી વિઝિલઃ તેના પર સીધી ફરિયાદ કરી શકાશે
જો તમે જોઈ રહ્યા છો કે ક્યાંય આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો તમે આ એપ પર સીધી પંચને ફરિયાદ કરી શકો છો. અહીં ફોટો કે વીડિયો અપલોડ કરવાની પણ સુવિધા મળે છે. અહીં તમને લોકેશન મોકલવાની જરૂર નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Apps Lok Sabha Election 2024 candidates vote લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ