બ્રેકિંગ ન્યુઝ
ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ છેલ્લા 39 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છે પરંતુ તે એક પણ વખત જીત્યો નથી. આ વ્યક્તિ છે 78 વર્ષના હસનુરામ આંબેડકરીની 'ધરતી પકડ'. તેમણે પ્રથમ વખત 1985 માં રાજ્યની ચૂંટણી લડી હતી, પરંતુ 98 ચૂંટણીમાં પરાજય હોવા છતાં, 'ધરતી પકડ' હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે એટલા જ ઉત્સુક છે.
ADVERTISEMENT

એ તો જાણીતું જ છે કે આગ્રામાં 12 માર્ચથી લોકસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે જિલ્લા મુખ્યાલય પર હસનુરામ જોવા મળ્યા હતા જે 1985થી ચૂંટણી લડી રહ્યો છે.
ADVERTISEMENT
આગ્રાના હસનુરામ આંબેડકર 'ધરતી પકડ' 98 ચૂંટણી હાર્યા પછી, 78 વર્ષીય વૃદ્ધ હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન દાખલ કરીને 100 ચૂંટણી લડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત છે. મનરેગા મજૂર તરીકે પોતાનું ગુજરાન ચલાવતા આંબેડકરી કહે છે, 'આ વખતે પણ મને ખાતરી છે કે હું બંને બેઠકો પર હારી જઈશ. પરંતુ, મારું લક્ષ્ય 100મી વખત ચૂંટણી લડવાનું છે અને તે પછી હું કોઈ ચૂંટણી લડીશ નહીં.'

ADVERTISEMENT
હસનુરામના ચૂંટણી લડવા પાછળની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. હસનુરામના કહેવા પ્રમાણે, સૌથી પહેલા તેણે BAMCEF પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ BAMCEFએ તેમનું અપમાન કર્યું અને તેમને ટિકિટ ન આપી. ત્યારે જ એમને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી હસનુરામ આંબેડકરી વોર્ડ સભ્યથી પ્રમુખ સુધીની ચૂંટણી લડી ચુક્યા છે.
આંબેડકરીએ કહ્યું, “મેં 1985થી ગ્રામ પ્રધાન, રાજ્ય વિધાનસભા, ગ્રામ પંચાયત, MLA, MLC અને લોકસભાની ચૂંટણી લડી છે. મેં ભારતના રાષ્ટ્રપતિ પદ માટે પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: PM મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: લોકોને કઈ કઈ ગેરંટી આપી
સતત અપક્ષ ચૂંટણી લડવાની અને હારવાની તેમની સફર ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે તેમને પ્રખ્યાત કાકા જોગીન્દર સિંહ 'ધરતી પકડ' પરથી 'ધરતી પકડ'નું ઉપનામ મળ્યું. કાકા જોગીન્દર સિંહ 300 થી વધુ ચૂંટણી લડ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. ત્યારથી આવા ઉમેદવારોને 'ધરતી પકડ'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.