બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / Lok Sabha Election 2024 BJP's tension will increase in this state! INDIA alliance leads in new survey

ઓપિનિયન પોલ / આ રાજ્યમાં વધશે ભાજપનું ટેન્શન! નવા સર્વેમાં આગળ નીકળ્યું INDIA ગઠબંધન, NDAને બે નવા સાથીથી પણ કોઈ ફાયદો નહીં

Megha

Last Updated: 11:00 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વે અનુસાર કોંગ્રેસ ગઠબંધન મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધનને પાછળ છોડી શકે છે. એનડીએ ગઠબંધનને રાજ્યમાં 19-21 બેઠકો તો કોંગ્રેસના ગઠબંધનને 26-28 બેઠકો મળવાની સંભાવના છે.

  • એપ્રિલ-મે દરમિયાન દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાશે
  • મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે
  • કોંગ્રેસ ગઠબંધન મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધનને પાછળ છોડશે!

લોકસભા ચૂંટણીને થોડા દિવસો જ બાકી રહ્યા છે એવામાં દરેક પક્ષો ખૂબ મહેનત કરી રહ્યા છે. એપ્રિલ-મે દરમિયાન આખા દેશમાં લોકસભા ચૂંટણી યોજાશે જેમાં એક તરફ બીજીપી ત્રીજી વખત મોદી સરકાર બનશે એવો દાવો કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન એમની જીતનો દાવો કરી રહ્યું છે. આ દરમિયાન એક નવું ઓપિનિયન પોલ સામે આવ્યું છે જેમાં મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. 

નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? PM પદ માટે જનતાની પહેલી પસંદ કોણ? સર્વેમાં  જુઓ કયા નેતા રેસમાં આગળ | abp cvoter opinion polls narendra modi or rahul  gandhi if pm has to

સર્વે અનુસાર કોંગ્રેસ ગઠબંધન મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધનને પાછળ રાખી શકે છે. એનડીએ ગઠબંધનને રાજ્યમાં 19-21 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 26-28 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના અને શરદ પવારની સાથે એનસીપી સામેલ છે. 

જો રાજ્યમાં વોટની ટકાવારી જોઈએ તો અહીં પણ ઈન્ડિયા એલાયન્સને 41 ટકા વોટ મળવાની શક્યતા છે, જ્યારે એનડીએને 37 ટકા વોટ મળી શકે છે.

એ વાત તો જાણીતી જ છે કે 2019લોકસભા ચૂંટણીની સરખામણી કરીએ તો અહીં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી, જેમાં એનડીએએ કુલ 48 બેઠકોમાંથી 41 પર જીત મેળવી હતી, જ્યારે યુપીએને માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપને 23 બેઠકો મળી હતી, જ્યારે શિવસેનાને 18, એનસીપીને ચાર અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. તે જ સમયે AIMIM ના એક સાંસદને પણ જીત મળી હતી. 

પશ્ચિમ બંગાળની સ્થિતિ શું છે?
સર્વેમાં પશ્ચિમ બંગાળની સીટો વિશે પણ માહિતી આપવામાં આવી છે. સર્વે મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને 16-18 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનને શૂન્યથી બે બેઠકો અને મમતા બેનર્જીની ટીમ એસીને 23-25 ​​બેઠકો મળી શકે છે.જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભાજપે 18 સીટો જીતી હતી જ્યારે ટીએમસીએ 22 સીટો જીતી હતી. આ સાથે જ બે બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ