બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / local body election 2021 congress in mehsna unjha
ADVERTISEMENT
મહેસાણાની ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા જ હાર જેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસને એકપણ ઉમેદવાર મળ્યો નથી. તમામ 36 બેઠકો ઉપર કોંગ્રેસને ઉમેદવાર મળ્યો નહીં એટલે હવે ઉંઝા નપામાં ભાજપ-અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.
કોંગ્રેસનું ઉમેદવાર લીસ્ટ ગુપ્ત રીતે જાહેર
ADVERTISEMENT
મહેસાણાની ઊંઝા તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ કોંગ્રેસની બૂરી વલે થઈ છે. વિરોધના વમળને ટાળવા માટે થઈને કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ ગુપ્ત રીતે જાહેર કરી દીધી છે. કોંગ્રેસ વિધિવત જાહેરાત ટાળી હતી. ઊંઝા તાલુકા પંચાયતની તમામ 18 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.
વિરમગામ શહેર કોંગ્રેસમાં ભડકો
ADVERTISEMENT
વિરમગામ કોંગ્રેસના 8 સીટીંગ કાઉન્સિલરનો બળવો પોકર્યો છે. બે પૂર્વ વિપક્ષીનેતાની ટિકિટ કપાતા કાઉન્સિલર અપક્ષ ઉમેદવારી કરશે. જ્યારે MLA લાખા ભરવાડે ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે. નવઘણ ભરવાડ અને મહેશ ઠાકોર પણ આજે નોંધાવી શકે છે અપક્ષ ઉમેદવારી
કોણ કોણ વિરમગામમાં કરશે અપક્ષ ઉમેદવારી?
ADVERTISEMENT
પૂર્વ MLA કિરીટ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ADVERTISEMENT
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા રાજકિય ભૂકંપ સર્જાયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટ વહેચણીથી કિરિટ પટેલ નારાજ હોવાનું જાણવા મળ્યુ છે.
કિરિટ પટેલ શું કહે છે?
ADVERTISEMENT
પૂર્વ MLA કિરીટ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું આપ્યુ છે અને કોંગ્રેસમાંથી રાજીનામા બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસમાં રૂપિયા લઇ ટિકિટ વેચાય છે. ટિકિટ વહેંચણીમાં વહીવટ થાય છે. જિલ્લાના હોદ્દેદ્દારો ટિકિટ વહેંચણીમાં વહીવટ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ મહેસાણા જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા પર વહીવટ કર્યાનો આક્ષેપ કરાઈ રહ્યા છે. કિરીટ પટેલ ગુજરાત કોંગ્રેસ મહીસાગરના પ્રભારી અને પૂર્વ MLA છે. ત્યારે હાલ તેમણે મહીસાગર પ્રભારી સહિતની તમામ જવાબદારી પરથી રાજીનામું આપ્યું છે.
વર્ષ 1995માં ભાજપમાંથી ચૂંટાયા હતા કિરીટ પટેલ
કિરીટ પટેલ વર્ષ 1995મા ભાજપની બેઠક પરથી વિસનગરમાંથી ચૂંટાયા હતા. પરંતુ તે દરમિયાન શંકરસિંહે ભાજપ સામે બળવો કરીને મુખ્યમંત્રી બન્યા ત્યારે કિરીટ પટેલ શંકરસિંહ સાથે રહ્યા હતા. અને તેમની સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ સાથે કિરીટ પટેલ વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર પણ બન્યા હતા. અને તેઓ લાલકૃષ્ણ અડવાણી સામે હાર માનવી પડી હતી. કોરોનાકાળ દરમિયાન કિરીટ પટેલ અને તેમના પત્ની પણ કોરોના થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.