બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો તમે પણ ધરાવો છો આ ડિગ્રી, તો ભૂલથી પણ હાથમાંથી ન જવા દેતા આ સરકારી નોકરી!

કામની વાત / જો તમે પણ ધરાવો છો આ ડિગ્રી, તો ભૂલથી પણ હાથમાંથી ન જવા દેતા આ સરકારી નોકરી!

Nidhi Panchal

Last Updated: 10:30 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સરહદે કામ કરવાની ગૌરવસભર તક સાથે આવી છે નવી ભરતી! બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) એ 500થી વધુ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. જો તમે સ્થિર અને પ્રતિષ્ઠિત સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ અવસર ચૂકી ન જશો.

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) ભારત સરકારનું લશ્કરી ઇજનેરી સંગઠન છે, જે દેશની સરહદો નજીક રસ્તા, પુલો, ટનલ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. આ સંગઠન હિમાલય, લદ્દાખ, સિયાચિન, અરુણાચલ પ્રદેશ જેવા મુશ્કેલ ભૂપ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે. હવે આ સંગઠનમાં જોડાવા માટે BRO ભરતી 2025 હેઠળ 542 જગ્યાઓ માટે તક આપવામાં આવી છે.

BRO

આ ભરતી અંતર્ગત કુલ 542 પોસ્ટ્સ માટે ભરતી થશે, જેમાં મુખ્ય જગ્યાઓ નીચે મુજબ છે

  • વાહન મિકેનિક: 324 જગ્યાઓ
  • MSW (Painter): 12 જગ્યાઓ
  • MSW (General): 205 જગ્યાઓ
  • કુલ જગ્યાઓ – 542
BRO-2

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવું આવશ્યક છે. સાથે જ સંબંધિત ક્ષેત્રમાં ITI પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. એટલે કે, જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં તાલીમ લીધેલી હોય, તો આ નોકરી માટે યોગ્ય ઉમેદવાર બની શકો છો.

વય મર્યાદા

ઉમેદવારોની વય 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વય મર્યાદા 24 નવેમ્બર, 2025 સુધી માન્ય રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.

vtv app promotion

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા પરીક્ષા (PET), કૌશલ્ય/વેપાર પરીક્ષણ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. BRO જેવી ટેકનિકલ અને લશ્કરી સંસ્થા માટે પસંદગી પ્રક્રિયા કઠોર અને પ્રતિષ્ઠિત ગણાય છે. ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું પણ એટલું જ જરૂરી છે.

મહત્વની તારીખો

આ ભરતી માટેની ઓનલાઈન અરજી 11 ઑક્ટોબર, 2025 થી શરૂ થશે અને 24 નવેમ્બર, 2025 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bro.gov.in પર જઈને ફોર્મ ભરાવી શકે છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર, દિવાળીએ આ નગરજનોને મળી શકે છે ભેટ

હાલ BRO દ્વારા માત્ર ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે. ટૂંક સમયમાં વિગતવાર સૂચના પ્રકાશિત થશે જેમાં વય મર્યાદા, પગાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને અન્ય નિયમોની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જો તમે રાષ્ટ્રસેવાના ગૌરવ સાથે ટેકનિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો, તો BRO ભરતી 2025 તમારી માટે એક સોનેરી તક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Vacancy India BRO Recruitment 2025 Border Roads Organisation Jobs
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ