બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર, દિવાળીએ આ નગરજનોને મળી શકે છે ભેટ
Last Updated: 09:42 AM, 10 October 2025
JAMNAGAR FLYOVER: જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ બનવા માટે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર થઇ ગયો છે. 3.5 કિલોમીટર લંબાઈના આ બ્રિજમાં 139 પિલર્સનો સમાવેશ છે અને તેનું નિર્માણ 227 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજ બનાવતી વખતે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે શહેરના વાહનવ્યવહારને સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે.
ADVERTISEMENT

જામનગરના નવા ઓવરબ્રિજ નીચે પેઈડ પાર્કિંગ, ફૂડ ઝોન અને ગેમ ઝોન સહિત વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ સુવિધાઓનો લાભ દિવાળી તહેવારના સમય દરમિયાન શહેરના વાસીઓને મળી શકે છે. જેથી ભવ્ય તહેવારની ઉજવણીમાં લોકોને આરામદાયક અને મનોરંજક અનુભવ પ્રાપ્ત થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT

હાલમાં જ રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં 227 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજના નિર્માણની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરી હતી, જે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવેથી ગુજરાત સરકાર પણ Zoho Mailના રસ્તે, લીધો મોટો નિર્ણય, જાણો

ADVERTISEMENT
વિઝિટ દરમિયાન કેબિનેટ મંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી બાંધકામની ટેક્નિકલ તેમજ વહીવટી વિગતો મેળવી હતી. આ મુલાકાત દ્વારા તેઓ બ્રિજના નિર્માણમાં ઉપયોગ થયેલી નવી ટેક્નોલોજી, ખર્ચ અને સમયપત્રક અંગે માહિતગાર થયા અને કામની ગુણવત્તા અને સુવિધાઓ પર સંપૂર્ણ નજર રાખી.

ADVERTISEMENT
સૌરાષ્ટ્રના સૌથી મોટા નવનિર્મિત ફ્લાયઓવરબ્રિજનો અદભુત આકાશી નજારો સામે આવ્યો છે. રાત્રિના સમયે લાઈટિંગના ટેસ્ટિંગ દરમિયાન લેવાયેલા ડ્રોન દ્રશ્યો જોઈને દરેક લોકો ખુશ થઈ ગયા હતા. બ્રિજના સુંદર લાઇટિંગ અને આધુનિક ડિઝાઇનના દેખાવે આ સ્થળને રાત્રે પણ આકર્ષક બનાવી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.