બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:56 AM, 10 October 2025
ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશનો અને પીએસયુમાં ભારતીય કંપની Zoho Corporation દ્વારા બનાવવામાં આવેલ Zoho Mail અને Zoho Office Suite નો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વ (Digital Sovereignty)ને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
ADVERTISEMENT

સરકારના પરિપત્ર મુજબ, આ નિર્ણય ભારત સરકારના ડિજિટલ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત પહેલ સાથે સુસંગત છે. હેતુ એ છે કે, વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી પ્લેટફોર્મ દ્વારા સરકારી સંચાર અને દસ્તાવેજ વ્યવસ્થાપન સુરક્ષિત બનાવવું. Zoho એક એવું પ્લેટફોર્મ છે જે ભારતમાં જ બનેલું છે, તેથી તે સુરક્ષા અને ગોપનીયતાના દૃષ્ટિકોણથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે.
ADVERTISEMENT

આ પહેલને અમલમાં મૂકવા માટે, આઇસીટી અને ઇ-ગવર્નન્સ ડિરેક્ટોરેટ (DIT) ને નોડલ એજન્સી તરીકે નિમવામાં આવી છે. તે NIC Gujarat State Unit સાથે મળીને Zoho પ્લેટફોર્મનો અમલ કરશે.
ADVERTISEMENT
Zoho Mail એ ભારતીય સ્વદેશી કંપની Zoho Corporationનું ઈમેઇલ પ્લેટફોર્મ છે. આ કંપનીના સ્થાપક શ્રીધર વેમ્બુ છે, જેઓ ભારતીય ટેકનોલોજીને વિશ્વમાં આગળ ધપાવવાના પ્રયત્નો માટે જાણીતા છે. Zoho Mail એક ad-free (જાહેરાત વિના) ઇમેઇલ સેવા છે, જેમાં ડેટા end-to-end encryption થી સુરક્ષિત રાખવામાં આવે છે અને કોઈપણ માહિતી જાહેરાતકર્તાઓ સાથે શેર થતી નથી. તેમાં કૅલેન્ડર, નોટ્સ, કોન્ટેક્ટ્સ જેવી સુવિધાઓ પણ છે, જે સરકારી કાર્યમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરમાં, Zoho એ "અરટ્ટાઇ" નામની મેસેજિંગ એપ પણ લોન્ચ કરી છે, જેનું નામ તમિલ શબ્દ પરથી લેવામાં આવ્યું છે અને તેનો અર્થ "વાતચીત" થાય છે. આ એપમાં ઓડિયો-વિડિયો કૉલિંગ, ચેટ્સ અને અન્ય સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એપ WhatsApp માટેનો એક ભારતીય વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Zoho ફક્ત અરટ્ટાઇ નહીં, પરંતુ એકાઉન્ટિંગ, CRM, HR મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ 50 થી વધુ ક્લાઉડ આધારિત સોફ્ટવેર પ્રદાન કરે છે. અત્યાર સુધી Zoho ના 10 મિલિયનથી વધુ યુઝર્સ 180 દેશોમાં તેનો ઉપયોગ કરે છે.
Zoho Corporation ની સ્થાપના 1996 માં શ્રીધર વેમ્બુ, તેમના બે ભાઈઓ અને ટોની થોમસ દ્વારા AdventNet નામે કરવામાં આવી હતી. તે સમયે કંપની નેટવર્ક સોલ્યુશન્સ પૂરી પાડતી હતી. 2009 માં તેનું નામ બદલીને Zoho Corporation રાખવામાં આવ્યું અને ત્યારથી કંપનીએ ક્લાઉડ આધારિત SaaS (Software as a Service) ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.