બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી Jagdish Vishwakarma નું ગુજરાત ભ્રમણ, અંબાજી માતાજીના દર્શન કરીને પ્રવાસનો કરશે પ્રારંભ

યાત્રા / આજથી Jagdish Vishwakarma નું ગુજરાત ભ્રમણ, અંબાજી માતાજીના દર્શન કરીને પ્રવાસનો કરશે પ્રારંભ

Priyankka Triveddi

Last Updated: 07:11 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jadgish Vishvakarma Gujarat Tour:ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે 10 ઓક્ટોબરથી પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. તેઓ અંબાજીમાં માતાજીના દર્શનથી પ્રવાસની શરૂઆત કરશે અને ત્યારબાદ પાલનપુર તથા ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરીને મહેસાણા માર્ગે ગાંધીનગર પહોંચશે. સાંજે તેઓ ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

Jadgish Vishvakarma Gujarat Tour: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના પ્રવાસ દરમિયાન અનેક વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. 11 ઓક્ટોબરે સુરતમાં સી.આર. પાટીલ તેમની સાથે રહેશે, જ્યારે 14 ઓક્ટોબરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વકર્માએ ફૂલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકારવાની અનોખી પહેલ કરી છે. આ પુસ્તકો બાદમાં જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે, જે શિક્ષણ પ્રત્યેની તેમની સંવેદનશીલ દૃષ્ટિ દર્શાવે છે. આ પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા રાજ્યભરના કાર્યકર્તાઓ સાથે સીધી મુલાકાત કરશે અને કુલ 6 મહાસંમેલનોમાં તેમને સંબોધશે.

વિશ્વકર્માની ગુજરાત યાત્રા

  • ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે 10 ઓક્ટોબરથી અંબાજીમાં માતાજીના દર્શન કરીને પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. સવારે 9 વાગ્યે અંબાજી માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તેઓ સવારે 11 વાગ્યે પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલનમાં હાજરી આપશે અને બનાસકાંઠાના આગેવાનો સાથે ભોજન કર્યા પછી બપોરે ઊંઝા જઈ 3 વાગ્યે ઉમિયા માતાજીના દર્શન કરશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે મહેસાણા પહોંચીને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત મેળવશે. જે સાથે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ પૂર્ણ થશે.
  • મહેસાણાથી કલોલ સુધીના પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્માનું અનેક ગામોમાં કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. કલોલ પહોંચ્યા બાદ તેઓ બજાર વિસ્તારમાં દુકાનો પર GSTમાં મળેલી રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે 7.15 વાગ્યે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે અને પ્રવાસનો પ્રથમ દિવસ સમાપ્ત કરશે.
Jagdish-Vishwakarma.1

6 મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે

  • ગુજરાત પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા કુલ 6 મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે અને માર્ગમાં આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેમણે એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં અભિવાદન તરીકે ફૂલહાર, ફૂલબુકે અથવા મોમેન્ટો સ્વીકારવાને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકારશે. બાદમાં આ ચોપડા અને પુસ્તકો જરૂરિયાતમંદ બાળકો અને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે, જે શિક્ષણ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને સમાજસેવા માટેનો નવીન પ્રયાસ છે.
  • 11 ઓકટોબરે સુરતના તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. 14 ઓકટોબરે વડોદરા શહેરમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. ત્યારબાદ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. 15 ઓકટોબરે રાજકોટ તેમજ મોરબી જિલ્લાના સંયુક્ત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો: વિશ્વ વિક્રમ સર્જાયો, PM મોદીના જન્મદિવસથી અત્યાર સુધીમાં લખવામાં આવ્યા

vtv app promotion

17 ઓકટોબરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા મહાસંમેલન

બાવળા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા અને કૂવાડવા જેવા માર્ગમાં આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓ દ્વારા જગદીશ વિશ્વકર્માનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. 17 ઓક્ટોબરે તેઓ અમદાવાદ ખાતે લેઉવા પટેલ સમાજ સંમેલનમાં હાજરી આપશે અને ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટમાં કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઇ નિયુક્ત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ગુજરાત પ્રદેશ પ્રમુખ Jadgish Vishvakarma Gujarat Tour Gujarat News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ