બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ વિક્રમ સર્જાયો, PM મોદીના જન્મદિવસથી અત્યાર સુધીમાં લખવામાં આવ્યા 1,11,75,000 પોસ્ટકાર્ડ

અનોખો રેકોર્ડ / વિશ્વ વિક્રમ સર્જાયો, PM મોદીના જન્મદિવસથી અત્યાર સુધીમાં લખવામાં આવ્યા 1,11,75,000 પોસ્ટકાર્ડ

Vishal Dave

Last Updated: 12:23 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે.. આ કામગીરીએ વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‌સ લંડનમાં તેમજ લિમકા બુક ઑફ રેકૉર્ડ્‌સમાં વિશ્વવિક્રમ સર્જ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે..આ કામગીરીએ વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‌સ લંડનમાં તેમજ લિમકા બુક ઑફ રેકૉર્ડ્‌સમાં વિશ્વવિક્રમ સર્જ્યો છે.. ગુજરાતમાં ટૂંકા સમયગાળામાં 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે..

આ લખેલાં પોસ્ટકાર્ડ સહિત સ્ટૅચ્યુ ઑફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત @ 2047, ઑપરેશન સિંદૂર સહિતની થીમ પર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શન યોજાયું છે જેને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું..

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન સહિતનાં જે પગલાં ભરાયાં એ બદલ ગુજરાતની સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદો, ખરીદ-વેચાણ સંઘોના સભાસદો, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂતો સહિતના લોકોએ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદની વધુ એક સ્કૂલને તાળા વાગશે, માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Postcards Campaign World Record PM Modi
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ