બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની વધુ એક સ્કૂલને તાળા વાગશે, માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત
Last Updated: 05:17 PM, 9 October 2025
મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા શાળાની માન્યતા રદ્દ કરવા ડીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખીને દરખાસ્ત કરવામાં આવી છે. એજ્યુ નોવા સ્કુલની વાત કરીએ તો આ શાળાએ ત્રણ વખત ખોટા ગ્રાઉન્ડ બતાવીને શાળાની માન્યતા મેળવી હોવાનો ખુલાસો જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં થવા પામ્યો છે. જે બાદ શિક્ષણ અધિકારી દ્વારા રાજ્ય સરકારને સમગ્ર તપાસ અહેવાલ આપીને શાળાની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
જે તે સમયે શાળાએ પરવાનગી મેળવવા માટે જે ગ્રાઉન્ડનો ભાડા કરાર રજુ કર્યો હતો તેની જગ્યાએ અન્ય જગ્યાએ ગ્રાઉન્ડ કોઈ પણ મંજુરી વગર ભાડે રાખી દેવામાં આવ્યું અને ત્યારબાદ આ ગ્રાઉન્ડનો પણ ભાડા કરાર પૂર્ણ થઇ ગયો છતા શિક્ષણ વિભાગને કોઈપણ માહિતી આપવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવતા આકરા પગલા જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ટાપુ પર રોકાયાં, વરસાદી પાણી પીધું, પાકિસ્તાનથી દોઢ દિવસ ચાલીને કચ્છ પહોંચ્યું પ્રેમી યુગલ
ADVERTISEMENT
તો જયારે વીટીવી ન્યૂઝ એજ્યુનોવા સ્કૂલ પહોંચ્યું તો ગ્રાઉન્ડ સાથે સાથે પાર્કિંગ પણ શાળા પાસે ન હોવાનું આવ્યું સામે આવ્યું અને શિક્ષણ વિભાગને અંધારામાં રાખીને શાળાની પરવાનગી લેવામાં આવી હતી. સાથે સાથે નિયમ કરતા વધુ ફી વસુલવામાં આવતી હોવાનું પણ સામે આવતા એફ આર સી કમિટીને પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રીપોર્ટ મોકલવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.