બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ટાપુ પર રોકાયાં, વરસાદી પાણી પીધું, પાકિસ્તાનથી દોઢ દિવસ ચાલીને કચ્છ પહોંચ્યું પ્રેમી યુગલ
Last Updated: 02:18 PM, 9 October 2025
Kutch News: કચ્છથી એક ફિલ્મની વાર્તા જેવી લવ સ્ટોરી સામે આવી છે. કચ્છથી એક પકિસ્તાની સગીર કપલ પકડાયું છે, જેની વાર્તા સાંભળીને ચોંકી જવાશે. મળતી માહિતી પ્રમાણે, આ પાકિસ્તાની કપલ છેક પાકિસ્તાનથી ચાલીને નીકળ્યા, રણ પાર કરીને 60 કિલોમીટર દૂર કચ્છ પહોંચ્યા. ચાર દિવસ પહેલા પાકિસ્તાનથી આ કપલ ભાંગ્યું હતું, રસ્તામાં ટાપુ પર રોકાયા, વરસાદનું પાણી પીધું.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી હાલમાં દરિયામાં ફેરવાઈ ગયેલી રણની સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા. લસરી ગામથી અંદાજે 60 કિલોમીટર દૂર રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક પહોંચેલા આ પ્રેમીપંખીડા વિશે ગ્રામજનોને ખબર પડતાં, તેમણે આ અંગે ખડીર પોલીસને જાણ કરી. બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પોલીસ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરી.

ADVERTISEMENT
બંનેની પૂછપરછ કરતાં પ્રાથમિક તપાસ બાદ એવું સામે આવ્યું કે બંનેના પરિવારજનો તેમના પ્રેમસંબંધની વિરુદ્ધ હતા, જેને લીધે તેઓ રાતોરાત ભાગીને કચ્છ પહોંચ્યા. ખડીર પોલીસે આ કેસની વિગતો આપતા જણાવ્યું કે મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચેનો પ્રેમસંબંધ તેમના પરિવારને પસંદ ન હતો, જેને લીધે તેઓ ભાગી આવ્યા. તેઓ ચાર દિવસ પહેલા બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને ઘરેથી રાતે બાર વાગે નીકળ્યા હતા. બીજા દિવસે રસ્તામાં ટાપુ પર રાત રોકાયા અને વરસાદનું પાણી પીને રણનું પાણી પાર કર્યું.
આ પણ વાંચો: પ્રાઈવેટ સ્કૂલની મનમાની પર એક્શન, FRCએ 4 શાળાઓને ફટકાર્યો 5 લાખનો દંડ
ADVERTISEMENT
આ પહેલીવાર નથી કે પ્રેમના ચક્કરમાં કોઈએ બોર્ડર પાર કરી હોય. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. અગાઉ સપ્ટેમ્બર 2024માં આવો જ ફિલ્મી કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે પાકિસ્તાનના પંજાબમાં રહેતી ગર્લફ્રેન્ડના પ્રેમમાં પાગલ જમ્મુ-કશ્મીરના યુવકે ભારત-પાકિસ્તાનની બોર્ડર પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે ખાવડા પાસેથી પકડાઈ ગયો હતો. પોલીસ પૂછપરછ કર્યા પછી તેને છોડી મૂક્યો હતો. એ પહેલા જુલાઈ 2020માં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતાં મહારાષ્ટ્રનો યુવક કચ્છ બોર્ડર પરથી પકડાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.