બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રાઈવેટ સ્કૂલની મનમાની પર એક્શન, FRCએ 4 શાળાઓને ફટકાર્યો 5 લાખનો દંડ

કાર્યવાહી / પ્રાઈવેટ સ્કૂલની મનમાની પર એક્શન, FRCએ 4 શાળાઓને ફટકાર્યો 5 લાખનો દંડ

Priyankka Triveddi

Last Updated: 02:02 PM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad School Fee:અમદાવાદ શહેરમાં શાળાઓ દ્વારા મનમાનીથી ફી વસૂલાતી હોવાના મામલે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક પગલાં લીધા છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે.

Ahmedabad School Fee: અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીની તપાસમાં સામે આવ્યું કે ચાર શાળાઓએ FRCની મંજૂરી વિના મનમાની રીતે વધારે ફી વસૂલી હતી. જેના આધારે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનિસિસ, શિવ આશિષ સ્કૂલ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ચારેય શાળાઓને નોટિસ આપવામાં આવી હતી અને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી. સુનાવણી બાદ નોંધાયું કે શાળાઓએ ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોનું પાલન કરેલું નહોતું. જેના આધારે FRCએ દરેક શાળાને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. આ પગલાં દ્વારા કમિટીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે બાળકોના અધિકારો અને માતા-પિતાની ન્યાયસંગત માંગણીઓને અનુરૂપ શૈક્ષણિક સંસ્થાઓએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

Vedant-scvhool1

FRCના નિયમમોની અવગણના

ગુજરાત રાજ્યમાં વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલાતી અટકાવવા માટે તમામ ઝોનમાં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે. જે શાળાઓની ફી નક્કી કરે છે અને તે અનુસાર વધુ ફી ના વસૂલાય તે માટે નજર રાખે છે. છતાં પણ અમદાવાદની કેટલીક શાળાઓમાં આ કમિટીના નિયમોનો સરખો અમલ થતો નથી, અને શાળાઓ કમિટીના ભય વગર જ વાલીઓ પાસેથી મનમાની રીતે વધુ ફી વસૂલી રહી છે. મોંઘી ફીના નામે વાલીઓ પાસેથી લૂંટ ચાલતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેનાથી લાગ્યું છે કે કેટલીક શાળાઓ દ્વારા ફી રેગ્યુલેશનની અવગણના કરવામાં આવી રહી છે.

vedant-school

કમિટીએ વધારાની ફી સરભર કરવા આપ્યો આદેશ

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીને ફી વધારાની દરખાસ્ત આપી હતી. પરંતુ કમિટીએ સ્કૂલે માંગેલી ફી કરતાં ઓછો વધારો મંજૂર કર્યો હતો. છતાં સ્કૂલ દ્વારા મંજૂર થયેલી ફી કરતાં વધુ રકમ વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. આ બાબતે વાલીઓ તરફથી ફી રેગ્યુલેટરી કમિટીને ફરિયાદ કરવામાં આવતા, FRCએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં વધુ ફી વસૂલાતી હોવાનું સાબિત થતાં વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલને રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પાસેથી વધારામાં વસૂલેલી ફી પરત આપવા પણ આદેશ આપાયો છે.

વધુ વાંચો: દિવાળી પર મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો! ફરી 1000 કિલોથી વધુ નકલી માવો ઝડપાયો

vtv app promotion

જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને ફી રેગ્યુલેટરી કમિટીએ નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. નિયમો મુજબ, જો કોઈ સ્કૂલનો પ્રિ-પ્રાયમરી વિભાગ પ્રાથમિક અથવા માધ્યમિક શાળાની સાથે એક જ કેમ્પસમાં ચાલે છે, તો તે માટે પણ ફી રેગ્યુલેટરી કમિટીમાં ફી મંજૂર કરાવવી ફરજિયાત હોય છે. છતાં, આ ત્રણેય શાળાઓએ FRCની મંજૂરી વિના પ્રિ-પ્રાયમરી વિભાગની ફી વાલીઓ પાસેથી વસૂલતી હતી. આ બાબતે મળેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી અને નિયમ ભંગ જણાતા, ત્રણેય શાળાઓને રૂ. 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad schools Fee Fee Regulatory Committee અમદાવાદ સમાચાર
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ