બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં નામ ખોટું છપાયું છે? કોઈ કામ અટકે તે પહેલા આ રીતે કરાવો અપડેટ

કામની વાત / આધાર કાર્ડમાં નામ ખોટું છપાયું છે? કોઈ કામ અટકે તે પહેલા આ રીતે કરાવો અપડેટ

Last Updated: 06:32 PM, 25 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા આધાર કાર્ડમાં નોંધાયેલ નામની સ્પેલિંગ સુધારવા માંગો છો, તો ઓફલાઇન અપોઇન્ટમેન્ટ માટે તમારે આ પ્રક્રિયાને અનુસરવી પડશે. જાણો સંપૂર્ણ માહિતી.

આધાર કાર્ડ ભારત દેશમાં વપરાતું એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દેશમાં લગભગ 90 ટકા લોકોએ આધાર કાર્ડ બનાવી લીધું છે. સ્કૂલ-કૉલેજમાં પ્રવેશ લેવો હોય કે પછી સરકારની યોજનાઓનો લાભ લેવા હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડે છે.

આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી વાર લોકોથી કેટલીક ભૂલો થઈ જાય છે. ઘણા લોકો માહિતી નોંધાવતી વખતે સ્પેલિંગ ખોટો લખાવી દે છે. પરિણામે તેમના આધાર કાર્ડમાં નામ ખોટું આવે છે.

જો તમારું નામ ખોટું લખાયું હોય અને તમે તેને સુધારવા માંગો છો, તો નીચે મુજબ ઓફલાઇન અપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

aadhar

ઓફલાઇન અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી?

  • જો તમારા આધાર કાર્ડમાં તમારું નામ ખોટું લખાયું હોય, એટલે કે તમારા નામની સ્પેલિંગ ખોટી લખાઈ ગઈ હોય, તો UIDAI તરફથી તમને તેમાં સુધારો કરવાની તક આપવામાં આવે છે.
  • તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને તમારું નામ સુધારી શકો છો.
  • તે માટે તમારે પહેલા અપોઇન્ટમેન્ટ લેવી જરૂરી રહેશે.
  • ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવા માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://www.uidai.gov.in/en/ પર જવું પડે છે.
  • જો તમે ઓફલાઇન અપોઇન્ટમેન્ટ લેવા માંગો છો , તો તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.
  • ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે અપડેટ ફોર્મ અને નિર્ધારિત ફી ચૂકવવી પડશે. ત્યારબાદ તમને અપોઇન્ટમેન્ટ મળશે.
  • તમારું નજીકનું આધાર કેન્દ્ર ક્યાં છે, તે તમે ઓનલાઇન શોધી શકો છો.
aadhar-4

આ દસ્તાવેજોની જરૂર પડશે

તમારા આધાર કાર્ડમાં નામની સ્પેલિંગ સુધારવા માટે તમારે કેટલાક દસ્તાવેજો જમા કરાવા પડશે. જરૂર અનુસાર તમે નીચે આપેલા દસ્તાવેજો રજૂ કરી શકો છો:

  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • રેશન કાર્ડ
  • મતદાર ઓળખપત્ર
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • બેંક પાસબુક
  • સેકન્ડરી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  • ખેડૂત કાર્ડ
  • કોઈપણ સરકારી ઓળખપત્ર

UIDAI દ્વારા કુલ 32 પ્રકારના માન્ય દસ્તાવેજોને મંજૂરી આપવામાં આવી છે.

વધુ વાંચો: આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવાની ડેડલાઈન નજીક, ઘરબેઠા આ રીતે કરો એડ્રેસ સહીત દરેક જાણકારી અપડેટ

આધાર કેન્દ્ર પર અપડેટ ફોર્મ જમા કર્યા બાદ 1-2 અઠવાડિયામાં તમારા નામની સ્પેલિંગ સુધારી દેવામાં આવે છે. ફોર્મ જમા કર્યા પછી મળેલ એકનોલેજમેન્ટ નંબર દ્વારા તમે તમારા અરજીની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Appointment Aadhaar Card Update UIDAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ