બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફ્લાઇટમાં મુસાફરી કરનારા જાણી લેજો તમારા અધિકાર, ફાયદામાં રહેશો

જાણવા જેવુ / ફ્લાઇટમાં મુસાફરી કરનારા જાણી લેજો તમારા અધિકાર, ફાયદામાં રહેશો

Shilpa Parmar

Last Updated: 09:50 AM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણાંમાંથી ઘણા લોકોને હવાઈ મુસાફરી દરમિયાન પોતાના અધિકારો વિશે ખબર હોતી નથી. આ જ કારણસર ઘણી વાર મુસાફરી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે ફ્લાઇટમાં સફર કરતી વખતે તમારી પાસે કયા અધિકારો છે?

લાંબા અંતરની મુસાફરી માટે લોકો હવે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરોની સંખ્યા પણ વધી છે. મોટા ભાગના લોકો ઓછા સમયમાં લાંબી સફર પૂરી કરવા માટે ફ્લાઇટ બુક કરાવવું યોગ્ય વિકલ્પ માને છે.

ફ્લાઇટથી મુસાફરી કરવી આરામદાયક તો છે, પણ તેનો ખર્ચો પણ તેટલો જ વધારે આવે છે. હવે જ્યારે આટલી મોંઘી મુસાફરી કરીએ છીએ ત્યારે સુવિધાઓ પણ પૂરતી મળવી સ્વાભાવિક છે. એટલે જ તમને જાણ હોવી જરૂરી છે કે એરલાઇન તમને કઈ-કઈ સુવિધાઓ આપે છે અને સાથે જ તમારી પાસે કયા અધિકારો છે?

Flight-scare-in-US

ફ્લાઇટ દરમિયાન મળતી સુવિધાઓ

ફ્લાઇટથી મુસાફરી કરવી રોમાંચક અને આરામદાયક છે, પણ તેમાં ઘણી બાબતો અનિશ્ચિત હોય છે, જેના કારણે મુસાફરોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે ફ્લાઇટ ડિલે થવી, કેન્સલ થવી,ઓવર બુકિંગ થવી અથવા સામાન ખોવાઈ જવો વગેરે. આ સમસ્યાઓથી બચવા માટે DGCA દ્વારા મુસાફરોના હિતમાં અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ યાત્રીઓ માટે બનાવવામાં આવેલ ફ્લાઇટના નિયમો શું કહે છે?

ફ્લાઇટ ડિલે થવા પર શું નિયમ છે?

જો તમારી ફ્લાઇટ કોઈ કારણસર મોડી થાય તો એરલાઇન તમને ફોન કોલ, ખાવા-પીવાની સુવિધા તથા ઇન્ટરનેટ વગેરે જરૂરી વસ્તુઓ આપવા માટે ફરજિયાત બંધાયેલી છે. જો ફ્લાઇટ 24 કલાકથી વધુ લેટ થાય તો તમને ફ્લાઇટ કેન્સલ કરીને સંપૂર્ણ રિફંડ લેવાનો અધિકાર છે.

flight

ફ્લાઇટ કેન્સલ થવા પર શું નિયમ છે?

જો એરલાઇન તમારી ફ્લાઇટ કેન્સલ કરે છે તો તેમને તમારા પૂરા પૈસા પરત આપવા પડશે અથવા તમને બીજી ફ્લાઇટ બુક કરીને આપવી પડશે. પરંતુ જો ખરાબ હવામાન, એર ટ્રાફિક કંટ્રોલ પ્રતિબંધ કે અન્ય કારણસર ફ્લાઇટ રદ થાય તો એરલાઇનને રિફંડ આપવાની ફરજ નથી.

દિવ્યાંગ મુસાફરોના અધિકારો

દિવ્યાંગ મુસાફરોને એરલાઇન તરફથી સ્પેશિયલ વ્હીલચેર આપવી ફરજિયાત છે. તેઓ દિવ્યાંગ પ્રાયોરિટી બોર્ડિંગ, એસ્કોર્ટ સેવા અને તબીબી સહાય જેવી સુવિધાઓ પહેલેથી જ બુક કરી શકે છે.

flight-rule

સામાન ખોવાઈ જવા પર શું નિયમ છે?

જો સફર દરમિયાન તમારો સામાન ખોવાઈ જાય તો એરલાઇનને સામાનના વજન મુજબ વળતર ચુકાવવું પડે છે. જો સામાન લેટ મળે તો તમે ટોયલેટરીઝ અને જરૂરી વસ્તુઓ માટેના ખર્ચની માંગણી કરી શકો છો. જો સામાન તૂટી જાય તો પણ એરલાઇનને નુકસાનની ભરપાઈ કરવી ફરજિયાત છે.

વધુ વાંચો: મોંઘા થયા જૂના વાહનોના રજિસ્ટ્રેશન, રકમ સાંભળીને ઝટકો લાગશે, જાણો Fees

હવે જ્યારે તમે ફ્લાઇટમાં સફર કરો ત્યારે તમારા આ અધિકારોને યાદ રાખજો. જેથી મુસાફરી દરમિયાન તમને કોઈ મુશ્કેલી ન પડે અને તમે નિરાંતે, આરામદાયક અનુભવ સાથે તમારી સફર પૂરી કરી શકો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Facilities Provided In Flight Rights To Know While Travelling By Flight Flight
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ