ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોંઘા થયા જૂના વાહનોના રજિસ્ટ્રેશન, રકમ સાંભળીને ઝટકો લાગશે, જાણો Fees

તમારા કામનું / મોંઘા થયા જૂના વાહનોના રજિસ્ટ્રેશન, રકમ સાંભળીને ઝટકો લાગશે, જાણો Fees

Published By: Vidhata Gothi

Last Updated: 02:04 PM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Old Vehicles Re-Registration Fees: જૂના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવા માટે હવે વધારે પૈસા આપવા પડશે. અલગ-અલગ કેટેગરીના વાહનો માટે અલગ-અલગ ફી આપવી પડશે. જાણો કેટલા રૂપિયા આપવા પડશે.

ADVERTISEMENT

રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહન ચલાવવા માટે કેટલાક નિયમો નક્કી કરેલા હોય છે. દરેક વાહન ચાલકે આ નિયમોનું પાલન કરવું પડે છે. મોટાભાગના લોકોને ખબર હશે કે કોઈપણ વાહન ચલાવવા માટે એક સમયગાળો નક્કી કરવામાં આવેલો હોય છે. તે સમયગાળા પછી, તે વાહન ચલાવી શકાતું નથી. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ વાહન 10 વર્ષ સુધી અને પેટ્રોલ કાર 15 વર્ષ સુધી ચલાવી શકાય છે.

દિલ્હી-NCR વિસ્તારમાં આટલા વર્ષથી વધુ જૂના વાહનો ચલાવી શકાતા નથી. જો કે હવે સરકારે જૂના વાહનોના રજીસ્ટ્રેશન અંગે નવા નિયમો લાગુ કર્યા છે. જેના હેઠળ વધારાની ફી ચૂકવીને જૂના વાહનોનો ઉપયોગ કરી શકશો. ચાલો જાણીએ કે આ માટે કેટલી ફી ચૂકવવી પડશે.

traffic-police'.jpg

જૂના વાહનોના રજિસ્ટ્રેશન માટે આપવી પડશે આટલી ફી

હવે સરકારે જૂના વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની તક આપી છે. આ માટે વાહનના પ્રકાર પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે. મોટરસાયકલનું રજિસ્ટ્રેશન કરાવવા માટે હવે 2000 રૂપિયા ફી ભરવી પડશે. જયારે ત્રણ ટાયરવાળા વાહનો માટે 5000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. જયારે હલકા મોટર વાહન જેમ કે કારનું ફરીથી રજિસ્ટ્રેશન કરવા માટે 10000 રૂપિયાનો ખર્ચો થશે.

Vtv App Promotion 2

જો કોઈનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર ઇમ્પોર્ટેડ હોય તો તેની રજિસ્ટ્રેશન ફી 20000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઇમ્પોર્ટેડ ફોર-વ્હીલરના ફરીથી રજિસ્ટ્રેશન કરવા માટે 80000 રૂપિયા આપવા પડશે. અને બીજા બધા વાહનો માટે આ રકમ 12000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ફીમાં GST સામેલ નથી.

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ સાથે મિનિટોમાં જ લિંક કરો આધાર નંબર, નોટ કરી લો સરળ પ્રોસેસ

દિલ્હી-NCRને નહીં મળે આ લાભ

દિલ્હી-NCRના વાહનોના માલિકોને નવા નિયમોથી કોઈ રાહત નહીં મળે. અહીં પહેલાથી જ જૂના વાહનો પર પ્રતિબંધ લગાવેલો છે. દિલ્હી-NCRમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવાનો પરવાનગી નથી. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે નવા રજિસ્ટ્રેશન ફી સંબંધિત નિયમો દિલ્હી-એનસીઆરમાં લાગૂ નહીં થાય. એટલે કે અહીંના વાહન માલિકોને જૂની ગાડીનું રજિસ્ટ્રેશન આગળ વધારવાનો વિકલ્પ નહીં મળે. પરંતુ દિલ્હી-NCR સિવાય બીજા રાજ્યો-શહેરો માટે આ નવા નિયમો લાગૂ થઈ ચુક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Automobile News Old Vehicles Re-Registration Fees Vehicle Registration Fees

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ