બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તો હવે તમે ચેટ નહી કરી શકો? શું બંધ થઈ જશે WhatsApp!જાણો શું છે મામલો
Last Updated: 11:27 AM, 1 August 2025
જો તમે Windows 11 પર WhatsApp ને Native App દ્વારા વાપરી રહ્યા છો, તો આ સમાચાર તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Meta એ પોતાના બીટા અપડેટમાં પુષ્ટિ આપી છે કે Windows 11 પર WhatsApp ની Native App હવે સપોર્ટ નહી કરે.
ADVERTISEMENT
તેના બદલે, કંપની હવે WhatsApp Web વર્ઝનને કાયમી રીતે અપનાવવાની યોજના બનાવી રહી છે, જેને પહેલા જ કરોડો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યા છે.
નવું ઈન્ટરફેસ, નવો અનુભવ
ADVERTISEMENT
WhatsApp ના નવા બીટા વર્ઝન માં એક નોટિફિકેશન દર્શાવવામાં આવે છે: "અપડેટેડ હાઉ WhatsApp બીટા લૂક એન્ડ વર્ક " એટલે કે WhatsApp હવે ન માત્ર તેના લુકમાં, પરંતુ તેના કામ કરવાની રીતમાં પણ ફેરફાર લાવી રહ્યો છે.
નવું ઈન્ટરફેસ મોટા ભાગે WhatsApp Web જેવું દેખાય છે, અને કંપની તેનો બેકએન્ડ સુધારવાનું કામ કરી રહી છે, જેથી એપ્લિકેશન વધુ ઝડપી બને અને બગ્સના કારણે અસરગ્રસ્ત ન થાય.
ADVERTISEMENT
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
Meta એ આ પગલું મુખ્યત્વે તકનીકી સંસાધનોની બચત માટે લીધું છે. કંપનીને હવે Native Windows App ને જાળવવામાં વધુ રોકાણ કરવાની ઇચ્છા નથી. Web વર્ઝનનું સંચાલન કરવું સરળ છે અને તેના દ્વારા નવા ફીચર્સ ઝડપથી યૂઝર્સ સુધી પહોંચાડવા માટે સક્ષમ છે. તેમ છતાં, Native App લાવવાનો હેતુ એ હતો કે તે ઓછું RAM વાપરે અને સિસ્ટમ પર ઝડપથી કાર્ય કરે, પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે.
ADVERTISEMENT
WhatsApp (beta) for Windows 11 just killed the native app in favour of a web wrapper. We're back to web dot whatsapp dot com.
— Santanu (@TechnicalShaan) July 21, 2025
WhatsApp will soon use WebView2 (Microsoft Edge-based, which is based on Chromium) to render chats and other features on Windows 11. pic.twitter.com/OeZtCY2Y8K
આ બદલાવથી કોને અસર થશે?
ADVERTISEMENT
Windows પર WhatsApp Native App નો ઉપયોગ કરતા યૂઝર્સને આ બદલાવથી ફરક પડશે. Web વર્ઝન ચલાવવા માટે હવે તેમને Chrome, Edge અથવા કોઈ બીજા બ્રાઉઝરની જરૂર પડશે, જે RAM ની ઉપયોગિતા વધારી શકે છે. જોકે, જે લોકો પહેલાથી WhatsApp Webનો ઉપયોગ કરતાં આવ્યા છે તેમના માટે આ અનુભવ નવો નહીં હોઈ.
વધુ વાંચો : યુવાનો માટે 60,000 વાળી નોકરીની મોટી તક, ચૂક્યા વગર ફટાફટ કરો અરજી
ADVERTISEMENT
WhatsApp પર જલ્દી આવશે Ads
માત્ર ઈન્ટરફેસમાં જ નહીં, પરંતુ WhatsApp પર એક મોટો બદલાવ એ પણ છે કે Ads આવી રહ્યા છે. તાજેતરમાં, WhatsApp ના Android બીટા વર્ઝન 2.25.21.11 માં Status Updates વચ્ચે Ads દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ Ads "Sponsored" લેબલ સાથે Status સેક્શન માં દેખાશે, જેમ કે Facebook અથવા Instagram પર હોય છે. શરૂઆતમાં આ Ads ફક્ત કેટલાક સિલેક્ટેડ બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ થોડા જ સમયમાં આ બધાં યૂઝર્સને જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.