બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રાહકોની સમસ્યાનું સમાધાન હવે QR કૉડ સ્કેનમાં, વધી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોની મુશ્કેલી!

તમારા કામનું / ગ્રાહકોની સમસ્યાનું સમાધાન હવે QR કૉડ સ્કેનમાં, વધી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોની મુશ્કેલી!

Last Updated: 09:17 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે હોટેલ અને રેસ્ટોરેન્ટને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. શું છે આ નિર્ણય આનાથી જનતાને શું ફાયદા શું થશે તે જાણીએ આ લેખમાં.

ગ્રાહકોની સમસ્યાનુ હવે જલ્દી જ નિરાકરણ આવશે કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખરાબ ખાવાની ફરિયાદ હવે QR કોડ સ્કેન કરીને થઈ શકશે. રેસ્ટોરન્ટની સાફ-સફાઈ અને ખાવાની ગુણવત્તામાં કોઈ ખામી કે ખરાબીને લઈને FSSAIએ એક નવું પગલું ભર્યું છે. જેમાં હવે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને તેના માધ્યમથી ફરિયાદ કરી શકશે ચાલો જાણીએ કે કેવી રીતે?

તમે કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જાવ છો ત્યારે એ તો જરૂર જ જોવો છો કે ત્યાં આગળ સાફ-સફાઈ છે કે નહીં ખાવાનું કેવું છે હાઈજેનિક છે કે નહીં? તો એની ક્વોલિટી કેવી છે પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે ખૂબ મોંઘો ચાર્જ લીધા પછી પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં સાફ-સફાઈનો અભાવ અને ખાવાની ક્વોલિટી ખરાબ હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. કોઈ વાર તમે ફરિયાદ કરી હોય પરંતુ સ્ટાફ આ ફરિયાદને અવગણે છે અને ઘણીવાર તો આપણે પોતે ફરિયાદ કરવા માટે અસમર્થ હોઈએ છીએ. પરંતુ હવે તમે QR કોડના માધ્યમથી ફરિયાદ કરી શકો છો જી હા સુવિધા આપી છે FSSAIએ. તો ચાલો જાણીએ કે આ સુવિધાનો લાભ આપણે કેવી રીતે ઉઠાવી શકીએ છીએ.

qr-code

કેવી રીતે ફરિયાદ કરવી

તાજેતરમાં FSSAI એ બધા જ રેસ્ટોરન્ટ ધાબા કેફે બેકરી અને ખાનપાનની દુકાનોને સૂચના આપી છે કે તેઓ પોતાની દુકાનમાં ફૂડ સેફ્ટી કનેક્ટ એપનો ક્યુઆર કોડ લગાવે. આ QR કોડ બિલિંગ કાઉન્ટર અથવા ડાઇનિંગ એરિયા જેવી જગ્યા પર લગાવવો જેનાથી ગ્રાહકોની નજર તેના ઉપર સરળતાથી પડી શકે. FSSAIનો હેતુ જે પણ ઉપભોક્તા કે ગ્રાહકો છે તેમને સરળતાથી અને પારદર્શક એક માધ્યમ મળી રહે તે છે, જેનાથી તેઓ કોઈપણ ડર કે ખચકાયા વિના પોતાની ફરિયાદ નોંધાવી શકે.

વધુમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અને રેસ્ટોરન્ટની વેબસાઈટ પર પણ આ QR કોડ અથવા એપ ડાઉનલોડ કરવા માટે લિંક મૂકવી જરૂરી છે.

આ પણ વાંચો: હજુ તો 2 જ મહિના થયા મહિલાની મોતને, અને ઓચિંતા એકાઉન્ટમાં આવ્યા અરબો રૂપિયા, IT વિભાગમાં હડકંપ

ફાયદા શું?

તમને જણાવી દઈએ કે આ QR કોડને સ્કેન કરીને યુઝર્સ સીધેસીધી FSSAIને ફરિયાદ કરી શકે છે તેમની ફરિયાદ FSSAIના કમ્પ્લેઇન પોર્ટલ પર સીધી જશે.

FSSAIનો આ નિર્ણય યુઝર્સને સશક્ત બનાવવા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે એટલે કે હવે તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જાવ છો અને ખોરાકમાં જીવજંતુ કે ફૂગ, અન્ય કોઈ ખરાબી જોવા મળે છે અથવા જો ખાવાનું વાસી હોય તો ફૂડ પોઈઝનિંગની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે તરત જ આ એપ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકો છો, આટલું જ નહીં રેસ્ટોરન્ટ દ્વારા ખાન-પાનનું પેકેજીંગ વ્યવસ્થિત ન હોય અથવા ખોટી માહિતી આપી હોય તો પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ એપ તમામ ફરિયાદોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડે છે જેનાથી તુરંત જ કાર્યવાહી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FoodSafetyQR RestaurantComplaintMadeEasy FSSAIUpdate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ