બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હજુ તો 2 જ મહિના થયા મહિલાની મોતને, અને ઓચિંતા એકાઉન્ટમાં આવ્યા અરબો રૂપિયા, IT વિભાગમાં હડકંપ

ચકચાર / હજુ તો 2 જ મહિના થયા મહિલાની મોતને, અને ઓચિંતા એકાઉન્ટમાં આવ્યા અરબો રૂપિયા, IT વિભાગમાં હડકંપ

Priykant Shrimali

Last Updated: 08:26 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh : એક મહિલાનું લગભગ બે મહિના પહેલા અવસાન થયું પણ હવે અચાનક મૃત મહિલાના બેંક ખાતામાં અબજો રૂપિયા આવી ગયા, આંકડો ચોંકાવનારો

Uttar Pradesh : માનો કે તમે સવારે ઉઠો અને તમને ખબર પડે કે, તમારા બેંક એકાઉન્ટમાં અબજો રૂપિયા આવી ગયા છે, તો તમે ખુશીથી ઝૂમી ઊઠશો. જોકે આવી જ કઇંક ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. વાસ્તવમાં અહીં ગ્રેટર નોઈડાના ઊંચી દનકૌર વિસ્તારમાં રહેતી એક મહિલાનું લગભગ બે મહિના પહેલા અવસાન થયું પણ હવે અચાનક મૃત મહિલાના બેંક ખાતામાં અબજો રૂપિયા આવી ગયા. આ તરફ એક સાથે આટલા બધા પૈસા વિશે જાણ થતાં મૃતક મહિલાનો પુત્ર સંબંધિત બેંકમાં ગયો અને માહિતી મેળવવા માંગતો હતો. જોકે સ્થાનિક બેંક અધિકારી દ્વારા આ યુવકને જાણ કરાઇ કે, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. જોકે અહીં સૌથી મોટા ચોંકાવનારા સમાચાર તો એ છે કે, પોલીસનું કહેવું છે કે તેઓ આ બાબતથી વાકેફ નથી.

જાણો શું છે આ ચોંકાવનારો મામલો ?

વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ઊંચી દનકૌર વિસ્તારમાં એક મૃત મહિલાના બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવી ગયા હતા. તમને એમ કે કદાચ એક-બે કરોડ રૂપિયા હશે, પણ ના તેમના ખાતામાંઆ રૂ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 જમા થયાની માહિતી મળતાં હંગામો મચી ગયો હતો. જોકે આ વાત વાયુવેગે ગામ આખામાં પ્રસરી ગઈ અને લોકો આશ્ચર્યચકિત થઈને એકબીજાને પ્રશ્નો પૂછતા જોવા મળ્યા. જોકે અત્યાર સુધી પોલીસ કે, બેંક અધિકારીઓએ આટલી મોટી રકમ કેવી રીતે આવી તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી.

જાણો શું કહ્યું મૃતક મહિલામાં પુત્રએ ?

સમગ્ર મામલે મૃતક મહિલા ગાયત્રી દેવીના પુત્ર દીપક કુમારે જણાવ્યું કે, તેમની માતાનું લગભગ બે મહિના પહેલા અવસાન થયું હતું. માતાના મૃત્યુ પછી તેઓ કોટક મહિન્દ્રા બેંકમાં તેમના ખાતા સાથે જોડાયેલ UPIનો ઉપયોગ કરી રહ્યા હતા. સોમવારે સાંજે દીપકના મોબાઇલ પર એક મેસેજ આવ્યો જેમાં તેમને જાણ કરવામાં આવી કે ખાતામાં મોટી રકમ જમા થઈ ગઈ છે. દીપકે બેલેન્સ ચેક કરતાની સાથે જ આટલી મોટી રકમ જોઈને તે ચોંકી ગયો. તે તરત જ બેંકમાં તેના વિશે પૂછપરછ કરવા ગયો પરંતુ બેંક કર્મચારીઓએ વધુ માહિતી આપવાનો ઇનકાર કરતા કહ્યું કે, ખાતું ફ્રીઝ થઈ ગયું છે. બેંક મેનેજમેન્ટે આ મામલો આવકવેરા વિભાગને સોંપી દીધો છે જે હવે આ અસામાન્ય વ્યવહારની તપાસ કરી રહ્યું છે.

બેંક ખાતું ફ્રીઝ અને નાણાકીય વ્યવહાર નિષ્ફળ

મૃતક મહિલા ગાયત્રી દેવીના પુત્ર દીપક કુમારે જણાવ્યું કે, તે ખાતામાંથી UPI દ્વારા ચુકવણી કરવા માંગતો હતો પરંતુ વ્યવહાર નિષ્ફળ ગયો. આ પછી જ્યારે તેણે બેલેન્સ તપાસ્યું, ત્યારે આ ચોંકાવનારો આંકડો પ્રકાશમાં આવ્યો. બેંકે સાવચેતી રૂપે એકાઉન્ટને બ્લોક કરી દીધું છે અને સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 15 ઓગસ્ટ પહેલા જ લાલ કિલ્લાએથી આવ્યા મોટા સમાચાર, સામે આવ્યું બૉમ્બ કનેક્શન, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

જાણો હવે શું થશે ?

આ મામલે હવે આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે કે, મૃતક મહિલાના ખાતામાં આટલી મોટી રકમ કેવી રીતે અને કયા માધ્યમથી પહોંચી ? સ્થાનિક પોલીસને હજુ સુધી આ બાબતમાં કોઈ ઔપચારિક માહિતી મળી નથી. કાર્યકારી કોતવાલી ઇન્ચાર્જ સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જો આવી કોઈ માહિતી મળશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ગામમાં આ ઘટના અંગે ઉત્સુકતા છે અને લોકો બેંકિંગ સિસ્ટમ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Greater Noida Uttar Pradesh crores of rupees
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ