બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારું લાઈટ બિલ 50 ટકા ઓછું આવશે! ઉનાળામાં આટલા પર ચલાવો AC

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / તમારું લાઈટ બિલ 50 ટકા ઓછું આવશે! ઉનાળામાં આટલા પર ચલાવો AC

Last Updated: 04:33 PM, 2 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉનાળામાં એર કંડિશનરનો ઉપયોગ ઘણો વધી જાય છે, અને એસીના વધતા ઉપયોગને કારણે દર મહિને વીજળી બિલમાં વધારો થાય છે. પરંતુ આજે અમે તમને સમજાવીશું કે AC નું તાપમાન તમારા વીજળી બિલ ઘટાડવા અને તમારા પૈસા બચાવવામાં કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે?

1/5

photoStories-logo

1. ઉનાળામાં એસીનો વધારે ઉપયોગ કરવાથી લાઈટબિલ વધે

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે મોટાભાગના લોકોના ઘરમાં એસીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી લોકો ગરમીમાંથી રાહત મેળવી શકે. શું તમે ઉનાળાની ઋતુમાં વીજળીના બીલ વધવાને કારણે તણાવમાં રહો છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એસીનો ઉપયોગ કરશો તો પણ લાઈટબિલ ઓછું આવશે

આજે અમે તમને એક એવી યુક્તિ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે એસીનો ઉપયોગ કરશો તો પણ લાઈટબિલ ઓછું આવશે. ગરમી વધતાં લોકો ACનું તાપમાન ઘટાડવાનું શરૂ કરે છે, પરંતુ તાપમાન ઘટવાથી વીજળીનું બિલ વધી શકે છે અને બિલમાં વધારો સીધો તમારા ખિસ્સા સાથે જોડાયેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. AC પર લોડ વધશે

ચાલો આજે તમને આખું ગણિત સમજાવીએ કે AC વાપરવાની આદતમાં થોડો ફેરફાર કરવાથી માસિક બચત કેવી રીતે થઈ શકે છે? AC નું તાપમાન ઘટાડવાથી, તમને ચોક્કસપણે ઠંડી હવા મળવા લાગે છે, પરંતુ તેનાથી કોમ્પ્રેસર પરનો ભાર વધે છે જેના કારણે AC વધુ પાવર વાપરે છે. વધુ વીજળી ખેંચવાનો અર્થ એ છે કે વીજળીનો વધુ વપરાશ થાય છે, જો વપરાશ વધે તો તમારે દર મહિને હજારો રૂપિયાના વીજળીના બિલ ચૂકવવા પડી શકે છે. વીજળીનું બિલ ઘટાડવાનો એક સરળ રસ્તો છે, આ પદ્ધતિ શું છે, ચાલો સમજીએ?

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બિલમાં કેટલો ઘટાડો થશે?

ચાલો સમજીએ કે જો આપણે એર કન્ડીશનરને 16 ડિગ્રીને બદલે 24 ડિગ્રી પર ચલાવીએ તો કેટલી વીજળી બચશે. એનર્જી એફિશિયન્સી ઇન્ફર્મેશન ટૂલ (https://udit.beeindia.gov.in/) એક સરકારી સાઇટ છે, આ સાઇટ પર આપેલી માહિતી અનુસાર તાપમાનમાં 1 ડિગ્રી વધારો કરવાથી 6 ટકા વીજળી બચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લાઈટબિડ અડધું થઈ જશે

જો આ રીતે જોવામાં આવે તો 16 થી 24 ડિગ્રી વચ્ચે 8 ડિગ્રીનો તફાવત છે અને દરેક ડિગ્રી વધારવાથી 6 ટકા વીજળી બચે છે, તેથી આ મુજબ, 8 ડિગ્રી એટલે કે 48 ટકા વીજળી બચાવી શકાય છે. જો તમે 16 ડિગ્રીને બદલે 24 ડિગ્રી પર AC ચલાવવાની આદત પાડો છો, તો તમારું માસિક વીજળી બિલ લગભગ અડધું ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hometips ACtips Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ