બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમે ટપરી પર ચા નહીં ઝેર પીવો છો! એક કપમાં હજારો માઈક્રોપ્લાસ્ટિક કણ, સ્ટડીમાં ખુલાસો

લાઈફસ્ટાઈલ / તમે ટપરી પર ચા નહીં ઝેર પીવો છો! એક કપમાં હજારો માઈક્રોપ્લાસ્ટિક કણ, સ્ટડીમાં ખુલાસો

Maulik Patel

Last Updated: 06:23 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Disposable Paper Cup Side Effects: શું તમે પણ ચા અથવા કોફીના શોખીન છો ! જો તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. જાણો શું છે સમગ્ર વિગત.

Disposable Paper Cup Side Effects: આજકાલ લોકોને પોતાના નોકરી ધંધા અથવા વ્યવસાયમાં ખુબ જ વર્ક લોડ રેહતો હોય છે. તેઓ પોતાના આ વર્ક લોડ બેલેન્સ કરવા માટે ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. અને એમાં પણ દિવસની શરૂઆતજ ચા પીવાથી થાય તો આખો દિવસ સધરી જાય તેવું લાગે છે. પણ ઉભા રહો આ આદત તમને હેરાન પણ કરી શકે છે. જો તમે તેને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીતા હો , તો સાવચેત રહો ! આ આદત ધીમે ધીમે ઝેરી બનીને તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે .

TEA CUP 1

ટ્રાવેલિંગ કરતી વખતે કે ઓફિસમાં તમને જે કપ અનુકૂળ લાગે છે તે દરરોજ હજારો માઇક્રોપ્લાસ્ટિક કણો તમારા શરીરમાં પહોંચાડે છે અને તમને તેનો ખ્યાલ પણ નથી હોતો . તાજેતરમાં , IIEST ના અધ્યક્ષ તેજસ્વિની અનંતકુમારે પણ સોશિયલ મીડિયા પર આ જ વાત શેર કરી હતી અને દરેકને ટ્રાવેલિંગ કરતી વખતે પોતાનો કપ સાથે રાખવાની સલાહ આપી હતી.

tea-final

IIT ખડગપુર દ્વારા 2021 માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે 85 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચા કે કોફી કાગળ કે પ્લાસ્ટિકના કપમાં રેડવામાં આવે છે, ત્યારે લગભગ 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો ફક્ત 15 મિનિટમાં તે પીણામાં ઓગળી જાય છે. આ અભ્યાસ ડૉ. સુધા ગોયલ દ્વારા કરવામાં આવ્યો હતો . તેમના મતે, જો તમે દિવસમાં ત્રણ વખત આવા કપમાં ચા કે કોફી પીઓ છો , તો તમે દરરોજ 75,000 માઇક્રોપ્લાસ્ટિક કણો તમારા શરીરમાં લઈ રહ્યા છો .

માઇક્રોપ્લાસ્ટિક શું છે અને તે કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

માઈક્રોપ્લાસ્ટિક્સ એ પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણ છે જે આપણી આંખોને દેખાતા નથી, પરંતુ જ્યારે તે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. આ પ્લાસ્ટિક કપના આવરણમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જેમ કે બિસ્ફેનોલ્સ, ફથાલેટ્સ, ડાયોક્સિન.

શું સમસ્યા થઇ શકે છે?

  • હોર્મોનલ અસંતુલન
  • સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રજનન સમસ્યાઓ
  • બાળકોનો વિકાસ રૂંધાઈ જવો
  • સ્થૂળતા
  • કેન્સરનું જોખમ
  • મગજ અને નર્વસ સિસ્ટમને નુકસાન
  • રોગપ્રતિકારક શક્તિની નબળાઈ

રક્ષણ માટે શું કરવું ?

  • સૌથી સહેલો ઉપાય એ છે કે તમારા પોતાના સ્ટીલ અથવા કાચના કપ સાથે રાખો, ખાસ કરીને જ્યારે તમે બહાર ગરમ પીણાં પીવાનું આયોજન કરો છો.
  • સ્વાસ્થ્ય માટે સલામત
  • પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો
  • પર્યાવરણ માટે એક સારો વિકલ્પ
vtv app promotion

ડિસ્પોઝેબલ કપમાં ચા કે કોફી પીવી સરળ લાગે છે, પણ એટલી જ ખતરનાક પણ છે. દરરોજ તમે અજાણતાં તમારા શરીરને માઇક્રોપ્લાસ્ટિકથી ભરી રહ્યા છો , જે ભવિષ્યમાં ગંભીર રોગોનું કારણ બની શકે છે.

વધુમાં વાંચો: સુરક્ષા પર સવાલ! ડેટિંગ એપ પરથી મહિલાઓના 72000 ફોટા લીક, મચ્યો હોબાળો!

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tea lover microplastics disposable cup side effects
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ