ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતી વખતે મોબાઈલ મચડતા લોકો સુધરી જજો! આ ખતરનાક બીમારીઓના બનશો શિકાર

આરોગ્ય ટિપ્સ / જમતી વખતે મોબાઈલ મચડતા લોકો સુધરી જજો! આ ખતરનાક બીમારીઓના બનશો શિકાર

Published By: Maulik Patel

Last Updated: 11:14 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વીડિયો જોતા હોય તો તમારા માટે આ આદત હાનિકારક છે. આવી ટેવથી માત્ર તમારું ધ્યાન નથી ભટકતું પરંતુ તેની સીધી અસર બ્લડ સુગર અને શરીરના વજન પર પડે છે. આ આદત ઈન્સ્યુલિન રેસિસટેન્ટ જેવી બીમારીને પણ નોતરી શકે છે.

ADVERTISEMENT

આજકાલ લોકોને જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વીડિયો જોવાની આદત હોય છે. ઘણા લોકો મોબાઈલમાં જોયા વગર જમી પણ શકતા નથી. આ એક ખરાબ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી નથી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો તમે જમતી વખતે મોબાઈલ જુઓ છો તો માત્ર તમારું ધ્યાન નથી ભટકતું પરંતુ તેનાથી બ્લડ સુગરમાં પણ વધારો થાય છે.

mobile-hack-3

મોબાઈલમાં મશગૂલ રહેવાથી જમવામાં નથી રહેતું ધ્યાન

તમે જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને ખબર નથી પડતી કે કેટલું અને કેવું જમીએ છીએ. આવું કરવાથી લોકો ઉતાવળમાં પ્રોસેસ્ડ ફૂડ અને ઓછા પૌષ્ટિક ખોરાક ખાય છે. તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે. આવું વારંવાર થવાથી ઈન્સ્યુલિન રેસિસટેન્ટનું જોખમ વધી જાય છે. નિષ્ણાંતોના મત મુજબ જો જમતી વખતે પૂરેપુર ધ્યાન ન હોય તો વધારે જમી લઈએ છીએ અને તેના કારણે વજનમાં પણ વધારો થાય છે. તેના કારણે મેટાબોલિક હેલ્થ પર પણ ખતરનાક અસર થાય છે.

Vtv App Promotion

સુગર લેવલ પર અસર

ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટસ જેમ કે વ્હાઈટ બ્રેડ, પાસ્તા, સુગરની ભરપૂર માત્રા વાળા કોલ્ડ ડ્રિંક્સ જલ્દી પચે છે જેનાથી બ્લડ સુગર પણ ઝડપથી વધી જાય છે. આજે લોકો દાળ-ભાત, શાક, રોટલી ખાવા કરતા કાર્બોહાઈડ્રેટસથી ભરેલા ખોરાક જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લેવાનું વધારે પસંદ કરે છે. જેનાથી બ્લડ સુગરમાં વધારો થાય છે. આ સાથે ફાઈબરથી ભરપૂર ખોરાક અને લીલા શાકભાજી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વધુ વાંચો : સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરનારા સાવધાન, થઇ શકો છો મોટી બીમારીનો શિકાર

બ્લડ સુગર અને વજનને કંટ્રોલમાં કેવી રીતે લાવી શકાય?

મોબાઈલ વગર જમવું એક સારી આદત છે. જેથી લોકો જમતી વખતે પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. કેટલું જમ્યું અને કેવું જમ્યું, પેટ ભરાઈ ગયું કે નહી તેની ખબર રહે છે. આ આદત બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે નિયમીત રીતે વ્યાયામ કરવાથી પણ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. વ્યાયામ કરવાથી બ્લડ શરીરના તમામ સેલ્સ સુધી પહોંચે છે અને બ્લડ સુગર જમા થતું અટકી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Habits Mindful Eating Blood Sugar Control

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ