બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં આ લક્ષણો દેખાય તો અવગણશો નહીં, ફેફસાના નુકસાનના સંકેત હોઈ શકે
Last Updated: 01:46 PM, 25 September 2025
વધતા પ્રદૂષણ, ધુમ્રપાન અને બગડતી લાઇફસ્ટાઇલના કારણે ફેફસાં સાથે સંબંધિત તકલીફો વધી રહી છે. જો લંગ ડેમેજ વિશે સમયસર જાણ ન થાય તો સમસ્યા ગંભીર બની શકે છે. લોકો તેના પર ઓછું ધ્યાન આપે છે, પરંતુ આપણું શરીર કેટલાક લક્ષણઓ દ્વારા આપણને અગાઉથી સાવધાન કરે છે.
ADVERTISEMENT
જો આ લક્ષણોને સમયસર ઓળખી લઈએ, તો યોગ્ય સારવારથી ફેફસાંને વધારે નુકસાન થતું અટકાવી શકાય છે. જાણો ફેફસાં ખરાબ થવા પર કયા લક્ષણો દેખાઈ શકે છે?
સતત ખાંસી રહેવી
ADVERTISEMENT
સામાન્ય રીતે ખાંસી શરદી અથવા ગળામાં ઇન્ફેકશનના કારણે આવે છે. પરંતુ જો ખાંસી ત્રણ અઠવાડિયા કરતા વધારે સમય સુધી ચાલે, તો તેને અવગણવી નહીં. ફેફસાંને નુકસાન થવાના સમયે ખાંસી સાથે કફ આવી શકે છે, જે ક્યારેક લોહી મિશ્રિત પણ હોઈ શકે છે. આ ખાંસી સૂકી અથવા કફવાળી બંને હોઈ શકે છે અને સમય જતાં વધી પણ શકે છે.

ADVERTISEMENT
શ્વાસ લેવામાં તકલીફ
રોજબરોજના સરળ કામ જેમ કે ચાલવું, સીડી ચઢવી કે હળવું કામ કરતી વખતે જો શ્વાસ ચઢવા લાગે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તે ચિંતાનો વિષય છે. આ લક્ષણ બતાવે છે કે ફેફસાં પૂરતી માત્રામાં ઓક્સિજન લેવામાં અસમર્થ છે અને શરીરની જરૂરિયાત પૂરી નથી કરી શકતા. આ લક્ષણ અસ્થમા, ફેફસાંમાં ફાઇબ્રોસિસ અથવા ફેફસાંના ટિશ્યુને નુકસાન થવાથી પણ થઈ શકે છે.
ADVERTISEMENT
છાતીમાં દુખાવો
ફેફસાંને નુકસાન થવાનું એક વધુ મહત્વનું લક્ષણ છે છાતીમાં સતત દુખાવાનો અનુભવવ થવો. આ દુખાવો ઊંડો શ્વાસ લેતાં, ખાંસી લેવાથી અથવા વધુ હસવાથી વધી શકે છે. આ દુખાવો ફેફસાંમાં સોજો, ચેપ અથવા અન્ય કારણોથી થઈ શકે છે. છાતીમાં થતા દુખાવાને ક્યારેય હળવાશમાં ન લેવો જોઈએ, કારણ કે તે હૃદય સંબંધિત બીમારીઓનું પણ લક્ષણ હોઈ શકે છે.
ADVERTISEMENT

ઘરઘરાટ
ADVERTISEMENT
શ્વાસ લેતાં કે છોડતાં સમયે સીટી જેવો અવાજ આવે તો તેને ઘરઘરાટ કહેવામાં આવે છે. આ અવાજ ત્યારે થાય છે જ્યારે ફેફસાંની શ્વાસની નળી સાંકડી થઈ જાય છે અથવા તેમાં અવરોધ આવી જાય છે. તે અસ્થમા, એલર્જી, COPD અથવા ફેફસાંમાં ચેપનું સામાન્ય લક્ષણ હોય શકે છે.
થાક અને વજન ઘટવો
વધારે થાક લાગવો અને કોઈ ખાસ કારણ વિના જ વજન ઘટી જવું પણ ફેફસાંને નુકસાન થવાનું એક મહત્વનું નિશાન હોઈ શકે છે. જ્યારે ફેફસાં શરીરને પૂરતો ઓક્સિજન નથી આપી શકતા, ત્યારે શરીરમાં ઊર્જાનું સ્તર ઘટી જાય છે. આ કારણે સતત થાક અને કમજોરી અનુભવાય છે. સાથે સાથે, શરીરને ઊર્જા આપવા માટે શરીર પોતાના મસલ્સ અને ચરબી તોડવાનું શરૂ કરે છે, જેના કારણે વજન અનિચ્છનીય રીતે ઘટી જાય છે.
વધુ વાંચો : આ પાનને 1 મિનિટ સુધી ચાવો, જીવનભર બીમારી તમારી નજીક નહીં આવે!
જો શરીરમાં આવા કોઈ પણ લક્ષણો દેખાય, તો તેને અવગણવાને બદલે સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.