બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ પાનને 1 મિનિટ સુધી ચાવો, જીવનભર બીમારી તમારી નજીક નહીં આવે!
Last Updated: 08:16 AM, 25 September 2025
એવા અનેક લોકો છે, જે કાયમ બીમારીઓથી સંપૂર્ણ રીતે ઘેરાયેલા રહે છે. પરિણામે, તેમને વારંવાર ડૉક્ટર પાસે જવું પડે છે. તેમ છતાં પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી અને હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે.
ADVERTISEMENT
કેટલાક તો એવા પણ હોય છે કે જે દર અઠવાડિયામાં બીમારીનો શિકાર બની જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો જાણી લો નિષ્ણાત પાસેથી આ સમસ્યાથી છૂટકારો મેળવવાના ઉપાય.
રોજ સવારે બસ આટલું કરો
ADVERTISEMENT
નિષ્ણાતના જણાવ્યા મુજબ, જો તમે વારંવાર બીમારીઓના શિકાર બની જાઓ છો, તો તેના માટે રોજ સવારે ઊઠતાની સાથે જ હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ. સાથે જ 10 લીમડાના પાન ખાવા જોઈએ. પરંતુ એક લીમડાના પાનને એક મિનિટ સુધી ધીમે ધીમે ચાવવું જોઈએ.

ADVERTISEMENT
જો તમે આ રીત દરરોજ અપનાવો છો, તો તમને બીમારીઓથી છૂટકારો મળી શકે છે. સાથે સાથે તમારા સ્વાસ્થ્ય (Health) પર પણ ઘણી સકારાત્મક અસર પડશે. નિષ્ણાત માને છે કે જો તમે આ નિયમને જીવનમાં અપનાવી લો, તો તમને ક્યારેય આયર્નની ઉણપ નહીં થાય.
લીમડાના પાન ખાવાના ફાયદા
ADVERTISEMENT
લીમડાના પાન , જેને આપણે કઢી પત્તા તરીકે પણ ઓળખીએ છીએ, તે આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે. તેમાં આયર્ન, વિટામિન A, C અને B12 જેવા પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
નિયમિત રીતે મીઠા લીમડાના પાન ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થઈ શકે છે, જેનાથી એનિમિયા દૂર થાય છે. લીમડાના પાન બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આ પાંદડા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય, લીમડાના પાન ચામડી અને વાળ બંને માટે લાભદાયક છે, કારણ કે તે ચામડીને સ્વચ્છ રાખવામાં અને વાળને મજબૂત બનાવવા મદદરૂપ બને છે.
ADVERTISEMENT

કઈ રીતે ખાવા?
ADVERTISEMENT
વધુ વાંચો : આજથી જ ચાલુ કરી દેજો! સવારે વહેલા દોડવાથી થાય છે 7 સ્વાસ્થ્ય ફાયદા
સાવચેતી
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.