બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફટાકડાના અવાજથી ગંભીર બીમારીનો ખતરો, આવી ભૂલ કરી તો આવશે કાયમી બહેરાશ
Last Updated: 05:08 AM, 20 October 2025
દિવાળી, નવું વર્ષ કે અન્ય કોઈ ઉત્સવ હોય ત્યારે ફટાકડાં ફોડવાની મજા બધા માણે છે. રંગીન પ્રકાશ અને ધડાકા સાથે ઉત્સવની રાત ઝગમગી ઊઠે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફટાકડાંના જોરદાર અવાજથી તમારા કાનને કઈ રીતે નુકસાન થઈ શકે? નિષ્ણાતોના મતે, આ અવાજ માત્ર તાત્કાલિક નહીં, પરંતુ કાયમી હાનિકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકન ENT એસોસિએશન અનુસાર ફટાકડાં ફૂટે ત્યારે તેનો અવાજ 150થી 175 ડેસિબલ સુધી પહોંચી શકે છે. જ્યારે માણસ માટે સુરક્ષિત અવાજની મર્યાદા 85 ડેસિબલ સુધી માનવામાં આવે છે. 85 ડેસિબલથી વધુ અવાજ સાંભળવાથી કાનની અંદરનાં નાજુક ભાગો પર દબાણ પડે છે અને Noise-Induced Hearing Loss (NIHL) જેવી સ્થિતિ સર્જાય શકે છે.
ADVERTISEMENT
ટિનિટસ (Tinnitus): કાનમાં સતત ઘંટ વાગવા જેવી અથવા ભણભણાટની અવાજ આવવી.
હિયરિંગ લોસ: સાંભળવાની ક્ષમતા ઘટી જવી કે કાયમી રીતે ખોઈ બેસવી.
ADVERTISEMENT
ઈયરડ્રમ ફાટવું: અચાનક જોરદાર અવાજથી કાનનો પડદો ફાટી શકે છે.
હાઇપરએક્યુસિસ: રોજિંદા સામાન્ય અવાજ પણ અસહ્ય લાગે એવી સ્થિતિ.
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળીના ધમાકા જેટલી ખુશી જરૂર છે, પરંતુ કાનની સલામતી પણ એટલી જ જરૂરી છે. આનંદ ઉજવો, પણ સાવચેત રહો કારણ કે સાંભળવાની ક્ષમતા અનમોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.