બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દિવાળી પર ઘી કે તેલના દીવા પ્રગટાવવા? જાણો અહીં

photo-story

6 ફોટો ગેલેરી

Diwali 2025 / દિવાળી પર ઘી કે તેલના દીવા પ્રગટાવવા? જાણો અહીં

Last Updated: 11:02 AM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિન્દૂ ધર્મના લોકો દિવાળી દરમિયાન અલગ અલગ રીત રિવાજ મુજબ પૂજા અને વિધિ વિધાન કરે છે. આ દરમિયાન દીવા પણ પ્રગટાવવામાં આવે છે. પરંતુ ઘી કે તેલનો, કયો દીવો પ્રગટાવવાને શુભ મનાય છે તે જાણવું પણ જરૂરી છે.

1/6

photoStories-logo

1. ઘી કે તેલનો દીવો?

દિવાળી માત્ર પ્રકાશનો દિવસ જ નહીં પરંતુ દરેકના જીવનમાં ખુશી અને આનંદના આગમનનો પણ તહેવાર છે. આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ, ઉન્નતી, સફળતા અને આર્થિક લાભ પણ થાય છે. આ દિવસે દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશનું આગમન થાય છે. આથી લોકો દીવા પ્રગટાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પર ઘી કે તેલનો કયો દીવો પ્રગટાવવો વધુ શુભ મનાય છે ? તો ચાલો તે વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઘીનો દીવો

દિવાળી પર ઘીનો દીવો પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. તેની અસરથી દેવી-દેવતાઓનો ઘરમાં વાસ થાય છે. ઘીની જ્યોતથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. દિવાળીમાં લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા દરમિયાન ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેનાથી ઘરમાં ગંભીર સમસ્યાઓ પણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તેલનો દીવો

જો ઘી ઉપલબ્ધ ન હોય તો સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવો પણ શુભ મનાય છે. સરસવ અને તલના તેલથી દીવો પ્રગટાવવાથી સાડા સાતી અને શનિ દોષની અસરોમાં રાહત મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. તમે અળસીના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સમસ્યાઓ થાય છે દુર

દિવાળી પૂજા દરમિયાન લક્ષ્મી માતાની સામે આ તેલથી દીવો પ્રગટાવવાથી તેઓ આપની ઉપર પ્રસન્ન થાય છે. તમને વ્યવસાયમાં નફો, કરિયરમાં મોકા, કલામાં નિખાર અને લગ્નજીવનમાં અવરોધો દુર થાય છે. આ સિવાય કુંડળીમાં રાહુ અને કેતુના અશુભ પ્રભાવો પણ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દિવાળી ક્યારે અને પૂજા માટેનો શુભ સમય

કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગે શરૂ થશે. આ તારીખના બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગે સમાપ્ત થશે. આમ દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર 2025 ના રોજ માન્ય રહેશે. દિવાળી પર પૂજા માટેનો શુભ સમય સાંજે 7:08 થી 8:18 વાગ્યા સુધીનો રહેશે. નિશિતા કાળ મુહૂર્ત રાત્રે 11:41 થી 12:31 વાગ્યા સુધીનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ghee Divo Diwali 2025 Hindus Rituals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ