બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Bank Bharti 2025: નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન, જલ્દી કરો, નહીંતર તારીખ જતી રહેશે

કામની વાત / Bank Bharti 2025: નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન, જલ્દી કરો, નહીંતર તારીખ જતી રહેશે

Nidhi Panchal

Last Updated: 11:31 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી બેંક કારકિર્દી શરૂ કરવાનો સ્વપ્ન છે? હવે એક ખાસ તક આવી છે, પણ સમય થોડો જ છે! જાણો શું છે?

જો તમે બેંકમાં કારકિર્દી બનાવવા માંગો છો, પરંતુ ઘણા પ્રયત્નો છતાં નોકરી મળી રહી નથી, તો હવે કેનેરા બેંક તમારા માટે એક તક લઈને આવ્યા છે. દેશભરમાંથી લાયક ઉમેદવારોને અહીં 3500 એપ્રેન્ટિસશીપ બેઠકો માટે પસંદ કરવામાં આવશે. આ એપ્રેન્ટિસશીપ દરમિયાન ઉમેદવારોને દર મહિને નોકરીની તાલીમ સાથે ₹15,000/- ની સ્ટાઇપેન્ડ પણ મળશે.

jobs

અહિંયા જઇને કરો અરજી

જે લોકોને હજુ સુધી આ ભરતી માટે અરજી નથી કરી, તેઓ કોઈપણ વિલંબ કર્યા વિના કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટ www.canarabank.bank.in પર જઈને અરજી પ્રક્રિયા પૂરી કરી શકે છે. નોંધનીય છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ છે.

jobs 2

કેનેરા બેંક એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૫ માટે પાત્રતા

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ઓછામાં ઓછી સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે. એટલે કે, જો તમે ગ્રેજ્યુએટ છો, તો તમે આ એપ્રેન્ટિસશીપ માટે યોગ્ય છો. વય મર્યાદા 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ રાખવામાં આવી છે. નિયમો અનુસાર અનામત શ્રેણીઓ માટે ઉંમરમાં છૂટછાટ ઉપલબ્ધ છે.

પસંદગી પ્રક્રિયા

આ એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવારોને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. વિવિધ રાજ્યો માટે 12મી/ડિપ્લોમા પરીક્ષામાં મળેલા સ્કોર્સના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ, ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી અને સ્થાનિક ભાષા પરીક્ષા માટે બોલાવવામાં આવશે. SC/ST ઉમેદવારો માટે અરજી ફી નથી, જ્યારે અન્ય ઉમેદવારો ₹500 ફી ચૂકવશે.

jobs 3

એપ્રેન્ટિસશીપ વિગતો

  • ભરતી સંસ્થા: કેનેરા બેંક
  • હોદો: ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
  • ખાલી જગ્યા: 3500
  • અરજીઆરંભ: 23 સપ્ટેમ્બર, 2025
  • અરજીઅંતિમ તારીખ: 12 ઓક્ટોબર, 2025
  • એપ્લિકેશન ફી: ₹૦ (SC/ST), ₹500 (અન્ય)
  • એપ્રેન્ટિસશીપ સમયગાળો: 12 મહિના
  • સ્ટાઇપેન્ડ: ₹15,000/- પ્રતિ માસ
  • અરજી કરવાની લિંક: Canara Bank Apprentice 2025 Apply Online
vtv app promotion

કેનેરા બેંક એપ્રેન્ટિસ માટે કેવી રીતે અરજી કરવી:

પ્રથમ, ઉમેદવારે એપ્રેન્ટિસશીપ પોર્ટલ www.nats.education.gov.in પર નોંધણી કરવી પડશે. ત્યારબાદ કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટમાં career વિભાગમાં જઈને “Graduate Apprentice under Apprentices Act 1961 – FY 2025-26” લિંક પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરવી. અરજી ફોર્મમાં તમામ વિગતો સાચી રીતે ભરવી, સ્કેન કરેલો ફોટો (૪.૫ x ૩.૫ સેમી), સહી, ડાબા અંગૂઠાની છાપ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે. અંતે, ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરવું.

આ પણ વાંચો : જો તમે પણ ધરાવો છો આ ડિગ્રી, તો ભૂલથી પણ હાથમાંથી ન જવા દેતા આ સરકારી નોકરી!

આ ભરતી ઈચ્છુક ઉમેદવારો માટે બેંકમાં કારકિર્દી શરૂ કરવાનો એક સારો અવસર છે. વધુ માહિતી માટે કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટ જોઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment 2025 Apprentice Canara Bank
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ