ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / lic scheme invest in aadhaar shila plan

તમારા કામનું / LICનો જબરદસ્ત પ્લાન! 4 રૂપિયામાં મળશે 4 લાખ સુધીનો ફાયદો, ફટાફટ જાણી લો ડિટેઈલ્સ

Published By: Kavan

Last Updated: 02:59 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકો માટે સમયાંતરે ઉત્તમ યોજનાઓ ઓફર કરતી રહે છે.

ADVERTISEMENT

  • LICની ધાંસૂ સ્કીમ
  • રોજના 29 રૂપિયાની બચત કરો અને મળે 4 લાખ રિટર્ન 
  • માત્ર મહિલા જ લઈ શકશે લાભ

આ ક્રમમાં, LIC એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે એક જબરદસ્ત યોજના રજૂ કરી છે. આ યોજનાનું નામ LIC આધાર શિલા યોજના(LIC Aadhaar Shila) છે. LICની આ યોજના હેઠળ 8 થી 55 વર્ષની મહિલાઓ તેમાં રોકાણ કરી શકે છે. ચાલો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

know about lic new childrens money back plan

જાણો આ યોજનાની શરતો

LICનો આધાર શિલા પ્લાન તેના ગ્રાહકોને સુરક્ષા અને બચત બંને આપે છે. પરંતુ માત્ર તે મહિલાઓ જ આનો લાભ લઈ શકે છે, જેમની પાસે આધાર કાર્ડ છે. પાકતી મુદત પર, પોલિસીધારકને પૈસા મળે છે. એલઆઈસીની આ યોજના પોલિસીધારક અને તેના મૃત્યુ પછી પરિવારને આર્થિક મદદ પણ પૂરી પાડે છે.

Life Insurance of India brings Special Revival Camp for Revival of Lapsed Policies

પ્રીમિયમ અને પરિપક્વતા

LIC આધાર શિલા યોજના હેઠળ લઘુત્તમ રૂ. 75000 અને મહત્તમ રૂ. 3 લાખનું રોકાણ કરી શકાય છે. આ પોલિસીની પાકતી મુદત ઓછામાં ઓછી 10 વર્ષ અને મહત્તમ 20 વર્ષ છે. તમને જણાવી દઈએ કે 8 થી 55 વર્ષની મહિલા એલઆઈસીના પ્લાનમાં રોકાણ કરી શકે છે અને મહત્તમ મેચ્યોરિટીની ઉંમર 70 વર્ષ છે. તે જ સમયે, આ પ્લાનનું પ્રીમિયમ ચુકવણી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.

take LIC New Jeevan Anand Policy and get tax savings and 4.50 Lakhs

ઉદાહરણ સાથે તેનું ગણિત સમજો

તમે આ યોજનાને ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો. ધારો કે જો તમે 30 વર્ષના છો અને 20 વર્ષ સુધી દરરોજ 29 રૂપિયા જમા કરો છો, તો પહેલા વર્ષમાં તમારી પાસે કુલ 10,959 રૂપિયા જમા થશે. હવે તેમાં પણ 4.5 ટકા ટેક્સ લાગશે. આવતા વર્ષે તમારે 10,723 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તમે દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે આ પ્રીમિયમ જમા કરી શકો છો. તમારે 20 વર્ષમાં 2,14,696 રૂપિયા જમા કરાવવા પડશે અને મેચ્યોરિટી સમયે તમને કુલ 3,97,000 રૂપિયા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

LIC LIC Policy lic aadhaar shila plan જોરદાર સ્કીમ ભારતીય જીવન વીમા નિગમ LIC policy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ