ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / lic policy holders update your contact detail for policy premiums on mobile check details

સુવિધા / LICના પોલિસીધારકો માટે જરૂરી સમાચાર, ફટાફટ આ ડિટેલ્સ અપડેટ કરી લો, નહીંતર નહીં મળે આ સુવિધા

Published By: Noor

Last Updated: 08:16 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની પોલિસી પણ ખરીદી હોય તો તમારા માટે જરૂરી સમાચાર છે. ચાલો જાણી લો.

ADVERTISEMENT

  • LICના ગ્રાહકો માટે કામના સમાચાર
  • LICની પોલિસી ખરીદી હોય તો કરી લો આ કામ
  • LIC ગ્રાહકોને આપી રહી છે આ સુવિધા

તમને પોલિસી પ્રીમિયમની માહિતી મોબાઈલ પર જોઈતી હોય તો તરત જ તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટ કરો. એલઆઈસી તેના ગ્રાહકોને પ્રીમિયમ અને સંબંધિત માહિતી મોબાઈલ પર નોટિફિકેશન એલર્ટના રૂપમાં  મોકલે છે.

એલઆઈસી પાસેથી આ માહિતી મેળવવા માટે ગ્રાહકની કોન્ટેક્ટ ડિટેલ્સ એલઆઈસીમાં નોંધાયેલી હોવી જોઈએ. ગ્રાહકો કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ ઓનલાઇન રજિસ્ટર કરી શકે છે અને તેમના મોબાઇલ પર નોટિફિકેશન એલર્ટ મેળવી શકે છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

આ રીતે અપડેટ કરો કોન્ટેક્ટ ડિટેલ્સ

  • આ માટે તમારે પહેલાં LICની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર જવું પડશે. 
  • પછી યુઝર્સે હોમ પેજની સૌથી ઉપર કસ્ટમર સર્વિસ નામની કેટેગરી દેખાશે. તેના પર જઈને સ્ક્રોલ ડાઉન કરો. 
  • યુઝર્સે આમાં અપડેટ યોર કોન્ટેક્ટ ડિટેલ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તેના પર ક્લિક કર્યા બાદ યુઝર નવા પેજ પર આવશે. આ પેજ પર યુઝર્સે બધી વિગતો ભરવાની રહેશે.
  • હવે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સને ચેક કરો અને ડિક્લેરેશન બોક્સ અને સબમિટ પર ક્લિક કરો.
  • પોલિસી નંબર દાખલ કરો.
  • હવે વેલિડેટ પોલિસી ડિટેલ્સ પર ક્લિક કરો અને પોલિસી નંબરને વેલિડેટ કરો. આ રીતે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ સફળતાપૂર્વક અપડેટ થઈ જશે. તમે ઓનલાઈન પણ પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. 

આ રીતે ઓનલાઈન સ્ટેટસ ચેક કરો

  • એલઆઈસી પોલિસીનું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.licindia.in/ પર જવું પડશે. સ્ટેટસ જાણવા માટે તમારે અહીં રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • રજીસ્ટ્રેશન માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ માટે તમારે તમારી જન્મ તારીખ, નામ, પોલિસી નંબર દાખલ કરવો પડશે. એકવાર રજિસ્ટર્ડ થઈ ગયા પછી તમે ગમે ત્યારે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
  • જો તમને કોઈ માહિતી જોઈએ છે તો તમે 022 6827 6827 પર કોલ પણ કરી શકો છો. આ સિવાય, તમે 9222492224 નંબર પર LICHELP <policy number> લખીને પણ મેસેજ મોકલી શકો છો. આમાં મેસેજ મોકલવા માટે તમારા પૈસા કપાશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

LIC Policy holders update detail Facility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ