બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LIC HFL Bharti 2025: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક, ગુજરાતમાં છે આટલી જગ્યા
Last Updated: 10:19 AM, 3 September 2025
નોકરી શોધી રહેલા ગ્રેજ્યુએટ યુવકો માટે નોકરીની સુવર્ણ તક છે. LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ માં એપ્રેન્સિટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ ઉમેદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ADVERTISEMENT
ભરતીની વિગતો
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 192 એપ્રેન્સિટશીપની બેઠકો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ જગ્યાઓ ઓન-જોબની તાલીમ આપવામાં આવશે. જેના દ્વારા તમે ડોમેન જ્ઞાન, સોફ્ટ સ્કિલ, વાસ્તવિક કાર્ય અનુભવ મેળવી શકો છે.
ADVERTISEMENT

શું લાયકાત જોઈએ
ADVERTISEMENT
એપ્રેન્ટિસશીપ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ. તે સિવાય ઉમેદવારો પાસેથી અન્ય કોઈ પણ અનુભવ માંગવામાં આવ્યો નથી. ઉમેદવાર પહેલેથી ક્યાંક એપ્રેન્ટિસશીપ કરી રહ્યો છે. તો તે ઉમેદવાર લાયક ગણાશે નહી.

ADVERTISEMENT
કેટલો પગાર મળશે
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડમાં ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને દર મહિના 12000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે.
ADVERTISEMENT
કેવી રીતે અરજી કરવી?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આધાર કાર્ડમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલો, નહીંતર ખાવી પડશે જેલની હવા
અરજી ફી
જે ઉમેદવારો અરજી કરે છે તેમાં જનરલ કેટેગરીનાં ઉમેદવારોએ 944 રૂપિયા, જ્યારે BC/SC/ST/મહિલા ઉમેદવારો માટે 708 રૂપિયા, PWD માટે 472 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. તેમજ ભરતી સબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ LIC હાઉસિંગ ફાઈનાન્સની વેબસાઈટની મુલાકાત લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.