બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Leuva Patel is a new experiment of youth society

અભિગમ / સૌરાષ્ટ્રના એક-એક તાલુકામાં ચાલુ થશે 'ચિંતા બૅન્ક': લેઉવા પટેલ સમાજે જાણો કયો નવતર પ્રયોગ શરૂ કર્યો

Dinesh

Last Updated: 06:10 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજનો નવતર પ્રયોગ; સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક કાર્યરત કરવામા આવશે, જે પેટીમાં લોકો પોતાની વ્યથા, મશ્કેલી જણાવી શકશે

  • લેઉવા પટેલ યુવા સમાજનો નવતર પ્રયોગ
  • સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક હશે
  • દરેક તાલુકામાં લોખંડની પેટી મુકાશે 
  • લોકો પોતાની ચિંતા પેટીમાં મુકી શકશે


સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુવા સમાજની ઓફિસ કાર્યરત કરવામાં આવી છે તેમજ નવતર પ્રયોગ એવો કરવામાં આવ્યો છે કે,  સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક કાર્યરત કરવામાં આવશે. એટલે કે, દરેક તાલુકામાં લોખંડની પેટી મુકવામાં આવશે જે પેટીમાં સમાજના લોકો પોતાની ચિંતા અને વ્યથા મૂકી શકશે.

લેઉવા પટેલ યુવા સમાજનો નવતર પ્રયોગ
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક કાર્યરત કરવામા આવશે જે ચિંતા બેન્ક મારફતે લોકો પોતાની વ્યથા, મશ્કેલી જણાવી શકશે. જે માટે સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં લોખંડની પેટી મુકવામાં આવી છે. જેમાં સમાજના લોકો પોતાની ચિંતા અને વ્યથા પેટીમાં મુકી શકશે તેમજ એજ્યુકેશન ફી, મેડિકલ, પોલીસને લગતી સહિતની સમસ્યા રજૂ કરી શકશે. યુવા સમાજ પેટીમાં આવેલી સમસ્યા હલ કરવા સંકલ્પબદ્ધ થશે તમને જણાવી દઈએ કે, વ્યસન છોડનારા 500 લોકો આ સંસ્થાના દાતા છે. 

પ્રમુખ વિનોદ પટેલનું નિવેદન
લેઉવા પટેલ યુવા સમાજના પ્રમુખ વિનોદ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજની સ્થાપના માણસને સુખ મળે તેના માટે થઈ છે. પૈસા મુકવા માટે બેન્ક, ઘરેણા મુકવા માટે લોકર છે, પરંતુ માણસની ચિંતા મુકવા માટે કંઈ નથી માટે અમે ચિંતા બેન્ક માટે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, આ અમારી ચિંતા પેટીમાં એવું નથી કે, ફક્ત લેઉવા પટેલ જ ચિંતા, વ્યથા વ્યક્ત કરે પરંતુ આ પેટીમાં અઢ્ઢારે વરણના લોકો આમાં પોતાની ચિંતા મૂકી શકે છે. તેમણે કહ્યું કે આ ચિંતા બેન્કમાં જે ચિંતા મૂકી જશે તેને બીજા દિવસેથી સુખ રૂપી વ્યાજ મળવાનું શરૂ થઈ જશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ