ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું છે? હવે ઘરે બેઠા જ બનાવો લર્નિંગ લાઇસન્સ, જાણો આખી પ્રોસેસ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું છે? હવે ઘરે બેઠા જ બનાવો લર્નિંગ લાઇસન્સ, જાણો આખી પ્રોસેસ

Last Updated: 03:51 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે પહેલીવાર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં લર્નિંગ લાઇસન્સ મેળવવું પડશે. હવે પરિવહન વિભાગની ઓનલાઇન સુવિધા દ્વારા ઘરે બેઠા જ અરજી કરી શકાય છે.

1/5

photoStories-logo

1. RTOના ધક્કા ખાવાની જરૂર નહીં!

લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરવા RTOની વારંવાર મુલાકાત લેવાની જરૂર પડતી નથી. જોકે, ટેસ્ટ અને દસ્તાવેજોની ચકાસણી માટેની પ્રક્રિયા રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે. તો જાણો લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી કયા દસ્તાવેજો જરૂરી છે અને ફી કેવી રીતે ભરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

લર્નિંગ લાઇસન્સ માટે સૌથી પહેલાં પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ parivahan.gov.in પર જાઓ. અહીં Online Servicesમાં Driving Licence Related Servicesનો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરીને Learner's Licence સંબંધિત સેવામાં નવા લર્નિંગ લાઇસન્સ માટે અરજી શરૂ કરો.અરજી ફોર્મમાં નામ, સરનામું, ઉંમર અને વાહનના પ્રકાર સહિતની જરૂરી વિગતો ધ્યાનથી ભરો. ત્યારબાદ પોર્ટલ પર માગવામાં આવેલા દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો. તમામ વિગતો ભર્યા બાદ અરજી સબમિટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઓનલાઇન ફી ભરો અને પેમેન્ટની રસીદ સાચવો

અરજી ફોર્મ અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ નક્કી કરેલી અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે. પેમેન્ટ પૂરું થયા બાદ Verify Pay Status વિકલ્પ દ્વારા પેમેન્ટની સ્થિતિ તપાસી લો. ત્યારબાદ Print Receipt વિકલ્પથી ફીની રસીદ ડાઉનલોડ કરીને સાચવી રાખો. ભવિષ્યમાં અરજીની સ્થિતિ તપાસવા કે આગળની પ્રક્રિયા માટે આ રસીદ ઉપયોગી થઈ શકે છે.અરજી અને ફીની પ્રક્રિયા પૂરી થયા બાદ પોર્ટલ પર ટેસ્ટ માટેની સૂચનાઓ તપાસો. રાજ્ય પ્રમાણે ઓનલાઇન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ટેસ્ટ માટે નક્કી કરેલા સમયે RTO અથવા અધિકૃત ટેસ્ટ સેન્ટર પર જવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લર્નિંગ લાઇસન્સ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે ઉંમર, ઓળખ અને સરનામાના પુરાવા તરીકે દસ્તાવેજો માગવામાં આવી શકે છે. આ ઉપરાંત અરજીની પ્રક્રિયા મુજબ ફોટો, સહી અને મેડિકલ સંબંધિત ફોર્મ પણ જરૂરી બની શકે છે. કયા દસ્તાવેજો આપવા પડશે તે અરજદારની સ્થિતિ અને રાજ્યના નિયમો પર આધારિત છે.એટલે અરજી કરતાં પહેલાં પોર્ટલ પર તમારા રાજ્ય માટે માગવામાં આવેલા દસ્તાવેજોની યાદી તપાસી લો. મૂળ દસ્તાવેજો પણ તૈયાર રાખો, કારણ કે કેટલીક સ્થિતિમાં RTO ખાતે ચકાસણી માટે તેની જરૂર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. લર્નિંગ લાઇસન્સ કેમ જરૂરી છે?

લર્નિંગ લાઇસન્સ નવા વાહનચાલકોને વાહન ચલાવવાની તાલીમ લેવા માટેની પ્રારંભિક મંજૂરી આપે છે. કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સામાન્ય રીતે પહેલાં લર્નિંગ લાઇસન્સ મેળવવું જરૂરી છે. લર્નિંગ લાઇસન્સ મળ્યા બાદ 30 દિવસ પૂરા થાય ત્યારે કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકાય છે.લર્નિંગ લાઇસન્સની માન્યતા 6 મહિના સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન વાહન ચલાવવાની પ્રેક્ટિસ કરીને કાયમી લાઇસન્સ માટેની આગળની પ્રક્રિયા પૂરી કરી શકાય છે. તેથી અરજી કરતી વખતે સાચી વિગતો ભરવી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Learner Licence Documents Learning Licence Online Apply Parivahan Driving Licence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ