બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Leader of Opposition in Australia Peter Dutton praised PM Modi

નિવેદન / નેતાઓ PM મોદીથી ઈર્ષ્યા કરે છે: ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન, કહ્યું આપણાં નેતાઓ આટલી ભીડ ભેગી નથી કરી શકતા

Priyakant

Last Updated: 08:25 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Australia News: ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે, આપણા રાજનેતાઓ PM મોદીથી ઈર્ષ્યા કરે છે કે, તેમાંથી કોઈ પણ 20,000 લોકોને એકત્ર કરી શક્યું નથી

  • ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કર્યા PM મોદીનાં વખાણ 
  • ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન
  • આપણાં નેતાઓ આટલી ભીડ ભેગી નથી કરી શકતા: પીટર ડટન 

ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને શાસક નેતાઓ પર નિશાન સાધ્યું હતું વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે હતા. આ પછી હવે ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના રાજનેતાઓ પીએમ મોદીથી ઈર્ષ્યા કરે છે. તેમણે કહ્યું કે તેઓ ઈર્ષ્યા કરે છે કે, તેમાંથી કોઈ પણ 20,000 લોકોને એકત્ર કરી શક્યું નથી અને તેમને 'મોદી-મોદી' જેવા નારા લગાવી શક્યા નથી. પીએમ મોદીની પ્રશંસા કરતા તેમણે ભારતીય સમુદાયના કામની પ્રશંસા કરી હતી.

પીટર ડટને પીએમ મોદીના કર્યા વખાણ 
ઓસ્ટ્રેલિયન સંસદને સંબોધતા વિપક્ષના નેતા ડટને કહ્યું કે, બુધવારે એક અસાધારણ ઘટના બની. તેમણે કહ્યું કે,રાજનીતિની બંને બાજુથી ઘણા લોકો હાજર હતા. પરંતુ મેં આજે વડા પ્રધાનને કહ્યું હતું કે, ગઈ કાલે રાત્રે ત્યાંના દરેક રાજકારણી એ હકીકતથી ઈર્ષ્યા કરી રહ્યા હતા કે, તેઓ (પીએમ મોદી) વિશ્વના અન્ય ખૂણામાં પણ 20,000 લોકોને એકઠા કરવામાં અને તેમનું ઉપનામના નારા લગાવવામાં માટે સક્ષમ હતા. ખાસ કરીને આ ઈર્ષ્યા લેબર પાર્ટીના નેતાઓમાં હતી.

શું કહ્યું પીટર ડટને ? 
વિપક્ષના નેતા ડટને કહ્યું કે, મને લાગ્યું કે આ એક અસાધારણ ઘટના છે અને હું વડાપ્રધાન મોદીની યજમાનીમાં ભારતીય સમુદાયના કામની ખરેખર પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેના સંબંધોનું સન્માન કરવા ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવા બદલ વડાપ્રધાન મોદી અને તેમના પ્રતિનિધિમંડળનો આભાર માનવા માટે જોડાયા હતા.હકીકતમાં 23 મેના રોજ પીએમ મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં 20,000 થી વધુ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન લોકો મોદી-મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા.

ડટ્ટને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને શું કહ્યું ? 
ભારત સાથેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું કે, જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અસાધારણ અને મજબૂત હતા. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનો સ્કોટ મોરિસન અને ડેન ટીન સહિત ફ્રન્ટ બેન્ચ પર ઘણા લોકોના કામને પણ સ્વીકાર્યું. તેમણે કહ્યું કે, આ નેતાઓએ ભારત સાથે વેપાર પર ખૂબ સારું કામ કર્યું છે. આ માટે તેમણે અગાઉની સરકારોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, હું ગુરુવારે સિડનીમાં PM મોદીને મળ્યો હતો. તે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને આકર્ષક ચર્ચા હતી અને અમે ચર્ચા કરેલ વિષયોની વ્યાપક શ્રેણી સંબંધો માટે દ્વિપક્ષીય સમર્થન સૂચવે છે.

PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને કર્યા હતા સંબોધિત  
તાજેતરમાં જ PM મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીયોને સંબોધિત કર્યા હતા. PM મોદીએ તેમની સિડની મુલાકાત દરમિયાન એક સમુદાય કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોનો પાયો છે. PM મોદીએ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અગાઉ 3Cs- કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા. અને પછી લોકશાહી, ડાયસ્પોરા અને મિત્રતા અને પછીથી આ સંબંધ 'ઊર્જા, અર્થતંત્ર અને શિક્ષણ'ના મુખ્ય ઘટક તરીકે ઉભરી આવ્યા. 

PM મોદીએ કહ્યું હતું કે, પરંતુ તેઓ માને છે કે, સંબંધ તેનાથી પણ વધુ છે અને તે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માનનો સંબંધ છે. ઓસ્ટ્રેલિયાની મુલાકાતના બીજા દિવસે સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમને સંબોધતા PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ડાયસ્પોરાને બંને દેશો વચ્ચે પરસ્પર આદર અને વિશ્વાસ પાછળ એક શક્તિ તરીકે શ્રેય આપ્યો હતો. PM મોદીએ મંગળવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાની ટોચની કંપનીઓના CEO સાથે મુલાકાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ