ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / મુખ્ય બુટલેગર સહિત 21 લોકો વિરૂદ્ધ ભાવનગર લઠ્ઠાકાંડમાં FIR, કુલ 7ના મોત
Last Updated: 07:53 AM, 20 August 2026
ADVERTISEMENT
ભાવનગર લઠ્ઠાકાંડના નકલી ઈંગ્લિશ દારૂકાંડમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો વિરૂદ્ધ FIR કરવામાં આવી છે. સાથે તમને જાણીને નવાઈ લાગશે કે, આ કેસમાં ખુદ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડોક્ટર'નું જ મોત નિપજ્યું છે. શિક્ષકનું ઘરમાં લોહીની ઉલટી દ્વારા મોત થયું છે.
ADVERTISEMENT
MPથી ગેંગ બોલાવી નકલી દારૂ બનાવ્યાની આશંકા
ADVERTISEMENT
નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત જ્યારે 19 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. સાથે પોલીસ તપાસમાં મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી નકલી દારૂ બનાવાયો હોવાની પોલીસને આશંકા છે. દારૂ બનાવવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેમાં પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવી હતી. તો ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર વહેંચવામાં આવી હતી.
વધુ વાંચો : સાબરકાંઠામાં કપલે સગા ભાઈની 1 મહિનાની પુત્રીનો કર્યો સોદો, કિસ્સો જાણીને આઘાત પામી જશો
ADVERTISEMENT
હવે હાથબ ગામમાં લઠ્ઠાની અસરનો કેસ નોંધાયો
તમને જણાવી દઇએ કે, ઘોઘાના ખરકડી ગામે 16 ઓગસ્ટના રોજ દારૂ પાર્ટી બાદ લઠ્ઠાકાંડનો ભાંડો ફૂટ્યો હતો. હજુ સુધી કેટલો નકલી દારૂ બનાવાયો અને ક્યાં-ક્યાં સપ્લાય કરાયો તે અંગે પણ પોલીસ તપાસ હાલમાં ચાલુ છે. આ સાથે હાથબ ગામમાં પણ લઠ્ઠાની અસરનો વધુ એક કેસ નોંધાયો છે. ગઈકાલે રાત્રે હરેશભાઈ ધર્મશીભાઈ ધાપાને લઠ્ઠાની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. હાથબના કેસ સાથે અત્યાર સુધીમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT