બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''મારે એને મારવી પણ નહોતી, પણ...'', WhatsAppમાં છેલ્લું સ્ટેટસ મૂકીને પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

કરૂણ અંજામ / ''મારે એને મારવી પણ નહોતી, પણ...'', WhatsAppમાં છેલ્લું સ્ટેટસ મૂકીને પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:34 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Keshod News: જૂનાગઢના કેશોદમાં પત્નીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધાની ચકચારી ઘટના સામે આવી છે.

Keshod News: જૂનાગઢના કેશોદમાં પત્નીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધાની ચકચારી ઘટના સામે આવી છે. મેં મારી પત્નીનો વધ કર્યો છે તેવો વિડિયો વાયરલ થયો છે. દંપતી કેશોદની સુમન સોસાયટીમાં રહેતુ હતું.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢના કેસોદમાં પત્નીની હત્યા કરી પતિએ પણ આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. લેબ ટેકનિશિયન પતિ ગિરીશ બાલસે(ઉ.વ.27)એ પત્નીની ગળું દબાવી હત્યા કરી છે. વોટ્સએપમાં છેલ્લુ સ્ટેટસ મૂકી વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. મેં મારી પત્નીનો વધ કર્યો છે તેવો વિડિયો વાયરલ થયો છે.

રેલવે ટ્રેક પરથી ગિરીશનો મૃતદેહ મળ્યો છે. બંધ મકાનનું તાળું તોડતા પત્નીની લાશ મળી હતી. પોલીસે વાયરલ વીડિયો ના આધારે તપાસ શરુ કરી છે. પોલીસ સુમન સોસાયટીના ભાડાના મકાને પહોંચી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરતા રૂમમાંથી પત્ની વિજ્યાની લાશ મળી હતી. પોલીસે પંચમાનું કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ગિરીશે પોતાના વીડિયોમાં શું કહ્યું?

હું ગિરીશ બાલસ

મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કર્યો. કેટલા દિવસ... છ મહિના થયા, વર્ષ દિવસ રિસામણે રહી. અમે લઈ આવ્યા એને છ મહિના થયા. છ મહિનાથી અહીં કેશોદ અલગ રહ્યો. એના જ મનનું ધાર્યું કરતી હતી. છ મહિનાથી હું મરી મરીને જીવું છું. આવી જિંદગી કરતા તો મરી જવું સારું.

મારે એને મારવાનો કોઈ ઈરાદો નહોતો. મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. મેં એને કહ્યું હતું કે, જો આવું ને આવું રહ્યું તો હું મરી જઈશ. તો કહ્યું મરી જા વાંધો નહીં. તારા ઘરનાને કહીં દેજે મને મારું કરિયાણું અને મારું બધુ પૂરું કરે આખી જિંદગી. હું શું કરું? છેલ્લે મેં આવો નિર્ણય કર્યો કે હવે એનો વધ કરી હું પણ જતો રહું.

VTV Digital 1

આ પણ વાંચોઃ ભાવનગર લઠ્ઠાકાંડ / મુખ્ય બુટલેગર સહિત 21 લોકો વિરૂદ્ધ ભાવનગર લઠ્ઠાકાંડમાં FIR, કુલ 7ના મોત

આ તમામ જવાબદારી હું લઉં છું. મેં અને મારી નાખી છે. એ પાપ લઈને જીવાય એમ નથી. એનું ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે. હવે હું પણ ટ્રેનમાં કપાઈને મરી જવાનો છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Keshod News Junagarh News Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ