બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Largest quantity of drugs ever seized from Indian Ocean

BIG BREAKING / હિંદ મહાસાગરમાંથી ઝડપાયો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો, કરોડોમાં છે કિંમત, 4 વાગ્યે સત્તાવાર PC

Priyakant

Last Updated: 01:21 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Largest Drug Consignment News: નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યૂરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈમેન્ટ ઝડપી પાડ્યું

  • હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું 
  • નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી
  • અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈમેન્ટ ઝડપી પાડ્યું 

હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું છે. ગુજરાત સહિત દેશભરમાં અનેક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. જોકે આ વખતે નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપી પાડ્યું છે. 

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે કરોડોનું ડ્રગ્સ ઘુસાડવાની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. હજી ગઈકાલે જ રાજકોટમાં 217 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હિંદ મહાસાગરમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નાર્કોટિક વિભાગે ઝડપી પાડ્યું છે.  

આજે બપોરે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ 
ભારતમાં નાર્કોટિક ડ્રગ્સની સૌથી મોટી જપ્તીના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ આજે 13 મે, 2023ના રોજ ભારતના સૌથી મોટા માદક દ્રવ્યોની જપ્તી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જે બાદ કેટલું ડ્રગ્સ પકડાયું અને કેટલા લોકો ઝડપાયા સહિતની વિગતો સામે આવશે. અનેક મીડિયા અહેવાલો મુજબ આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી આવતો હતો અને સંભવિત રીતે ગુજરાતમાં આવવાનો હતો. 

રાજકોટના ગઈકાલે જ 217 કરોડનું ઝડપાયું હતું ડ્રગ્સ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSની દરોડાની કાર્યવાહી યથાવત જણાઈ રહી છે તેમજ હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ