બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lalu Yadav got bail in land for job scam

BIG BREAKING / 'નોકરી માટે જમીન કૌભાંડ' કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત તમામ આરોપીઓને જામીન, CBIએ પણ ન કર્યો વિરોધ

Malay

Last Updated: 01:11 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે. તે સમયે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે લોકોને રેલવેમાં નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો.

  • લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવને મળ્યા જામીન
  • દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં લાલુ યાદવ થયા હતા હાજર
  • પૂર્વ CM રાબડી દેવી, મીસા ભારતીને પણ કોર્ટે આપ્યા જામીન

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવ, પૂર્વ CM રાબડી દેવી, મીસા ભારતીને જામીન આપ્યા છે. CBIએ જામીનનો વિરોધ ન કરતા તમામના જામીન મંજૂર કરાયા છે. 50 હજારના બોન્ડ પર લાલુ યાદવને જામીન આપવામાં આવ્યા છે. 


CBIએ 18 મેના રોજ નોંધ્યો હતો કેસ 
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવ અને તેમના પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ, રાબડી અને મીસા ભારતી સહિત તમામ 16 આરોપીઓને જામીન આપી દીધા છે. કોર્ટે રૂ.50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. આ પહેલા લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. લેન્ડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે તમામને સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપ્યો હતો. આરોપ છે કે, લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરી આપવાને બદલે તેમની જમીન લેવામાં આવી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 18 મેના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો.

લેન્ડ ફોર સ્કેમઃ અત્યાર સુધીમાં શું-શું થયું?
- CBIએ 18 મે 2022ના રોજ લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
- ઓક્ટોબરમાં સીબીઆઈએ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
- કોર્ટે સંજ્ઞાન લેતા તમામને હાજર થવા બોલાવ્યા હતા.
- CBIએ 6 માર્ચે પટનામાં રાબડી દેવીની પૂછપરછ કરી હતી.
- બીજા દિવસે એટલે કે 7 માર્ચે સીબીઆઈએ દિલ્હીમાં મીસા ભારતીના નિવાસસ્થાને લાલુ યાદવની પૂછપરછ કરી હતી.
- 10 માર્ચે EDએ દિલ્હી, બિહાર, યુપીમાં લગભગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ મીસા, ચંદા અને હેમા અને લાલુ પ્રસાદના સંબંધીઓના નિવાસ સ્થાને પાડવામાં આવ્યા હતા.
- EDના સૂત્રોએ દાવો કર્યો હતો કે આ દરોડામાં 53 લાખ રૂપિયા રોકડા, 1,900 અમેરિકી ડોલર, લગભગ 540 ગ્રામ સોનું અને 1.5 કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ? 
લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે, એ સમયે લાલુ યાદવ રેલ મંત્રી હતા. હાલ દાવો કરવામાં આવ્યો છે કે લાલુ યાદવ જે સમયે રેલ મંત્રી હતા એ સમયે રેલવેમાં લોકોને નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. મહત્વનું છે કે  લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલવે મંત્રી હતા. જણાવી દઈએ કે, સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર, લોકોની પહેલા રેલવેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર સબ્સ્ટીટ્યૂટ તરીકે ભરતી કરવામાં આવી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો, ત્યારે તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા હતા. CBIનું કહેવું છે કે, લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ