બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદના સમાચાર / Laden's Kidney Transplant Dr. H.L. Trivedi was offered millions, but he withdrew the money
Last Updated: 08:26 PM, 2 October 2019
ADVERTISEMENT
ઓસામા બિન લાદેનની બન્ને કિડની ફેઇલ થઇ હોઇ તેની કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ઓપરેશન માટે ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં મેડિકલ કોન્ફરન્સના બહાને ડો. ત્રિવેદીને લાદેનની સર્જરી માટે લઇ જવાના હતાં. આ માટે ડો. ત્રિવેદીને કરોડો રુપિયાની ઓફર પણ કરાઇ હતી. પરંતુ તેમણે કહ્યું હતું કે, તેમને પૈસા નથી જોઇતા તેઓ એક શરતે લાદેનનું ઓપરેશન કરશે કે જો અલકાયદા ભારત સાથેનો શત્રુતાપૂર્ણનો વ્યવહાર હંમેશા માટે બંધ કરવા તૈયાર હોય.
અલકાયદાના લોકો કેમ અમદાવાદ આવ્યાં હતાં
ડો. ત્રિવેદીએ એક એજન્સીની સાથેની મુલાકાતમાં 2011માં આ ઘટનાં પરથી પડદો ઉંચક્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્રાસવાદી બિન લાદેનની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના માટે અલકાયદાનાં 2-3 લોકો 2007માં અમદાવાદની 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર'માં (આઈકેડીસી) ડો. ત્રિવેદીને મળવા પણ આવ્યાં હતાં. જેઓ ડૉ. ત્રિવેદી સાથે મિટિંગ કરીને તેમને પાકિસ્તાનમાં એક મેડિકલ કોન્ફરન્સનાં બહાને લઈ જઈ ઓસામાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
ADVERTISEMENT
કેમ બિન લાદેન ડો. ત્રિવેદી પાસે સર્જરી કરાવવા માંગતો હતો
બિન લાદેનની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવેલી અલ કાયદાની ટીમે ડો. ત્રિવેદીને કહ્યું હતું કે દુનિયામાં તમારી જેટલી ખ્યાતિ છે કે ખુદ અલ કાયદાનાં વડા બિન લાદેનની ઇચ્છા તમારી પાસે જ સર્જરી કરાવવાની છે. જેના માટે ડો. ત્રિવેદી અને તેમની ટીમનાં અન્ય 4 ડોક્ટરોએ પાકિસ્તાન આવવું પડશે. આ માટે અજાણી જગ્યાએ સર્જરીની વ્યવસ્થા કરવામાં આવશે. આ સર્જરી માટે ડો. ત્રિવેદીને કરોડો રુપિયાની ઓફર કરવામાં આવી હતી. જો કે ડો. ત્રિવેદીનો દેશપ્રેમ અને અડગ મન તેઓ ડગાવી શક્યાં નહોંતા.
ડો. ત્રિવેદીએ કેમ કહ્યું કે લાદેનને અમદાવાદ આવવું પડશે
અચાનક અલકાયદાના માણસો આવી જતાં ડો. એચ. એલ. ત્રિવેદી વિચારમાં પડી ગયા કે આમને શું જવાબ આપવો. જો કે થોડી જ વારમાં તેઓ સ્વસ્થ થઇ તેમની વાત સાંભળી. તેમની વાત પુરી થતાની સાથે જ તેમણે શરત મુકતા કહ્યું હતું કે બિન લાદેન માણસ જ છે. મને તેનું ઓપરેશ કરવામાં કોઇ વાંધો નથી, પણ મારી 2 શરત છે. પહેલી કે કિડનીના ઓપરેશન માટે બિન લાદેનને અમદાવાદ Ikcdમાં દાખલ થવું પડે. બીજું તે લાદેન વચન આપે કે ભારત સાથેનો તેનો શત્રુતા ભરેલો વ્યવહાર છોડવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.