બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 10:54 AM, 9 September 2023
ADVERTISEMENT
હેલ્ધી રહેવા માટે ખોરાક અને પાણીની સાથે સરખી ઊંઘ લેવી પણ જરૂરી છે. સરખી ઊંઘ લેવાથી માઈન્ડ રિલેક્સ રહે છે. સારી ઊંઘ લેવાથી બ્રેઈન ફંક્શન યોગ્ય પ્રકારે કામ કરે છે. સરખી ઊંઘ ના લેવાથી બ્રેઈન યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓછી ઊંઘ લેવાને કારણે બ્રેઈનને નુકસાન થઈ શકે છે, જેના કારણે તમે અનેક બિમારીઓનો શિકાર થઈ શકો છો.
રિસર્ચ
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, વધુ સમય સુધી યોગ્ય ઊંઘ ના લેવાને કારણે બ્રેઈન ફંક્શન પર અસર થઈ શકે છે. ઉંદરના બ્રેઈન પર કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે Cognitive Disfunctions (સમજવા, વિચારવા, નિર્ણય લેવાની ક્ષમતા) સાથે જોડાયેલ છે. અમેરિકન કેમિકલ સોસાયટીના જર્નલ ઓફ પ્રોટીનમાં આ રિસર્ચ સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચમાં એક એવા પ્રોટેક્ટિવ પ્રોટીનનું એનેલિસિસ કરવામાં આવ્યું, જેના કારણે ઊંઘનું સ્તર ઓછું થઈ જાય છે.
ADVERTISEMENT
સંશોધનકર્તાઓ જણાવે છે કે, પ્લિયોટ્રોફિન અથવા પીટીએન નામનું પ્રોટીન તંત્રિકા તંત્ર, હાડકાંના વિકાસ, સોજો, કેન્સર મેટાસ્ટેસિસ અને તેના ફંક્શનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પીટીએન ઓછું હોવાને કારણે બ્રેઈન મેમરી અને હિપ્પોકેમ્પસની કોશિકાઓ મરવા લાગે છે. પીટીએન અલ્ઝાઈમર તથા અન્ય ન્યૂરોડીજનરેટીવ રોગ સાથે જોડાયેલ હોય છે. યોગ્ય ઊંઘ લેવાથી મેમરી સારી રહે છે અને શીખવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે.
શું વધુ ઊંઘ લેવાથી મેમરી સારી રહે છે
અનેક લોકો વીકેન્ડ્સમાં વધુ સમય સુધી સૂતા રહે છે. વર્ષ 2020માં જર્નલ ઓફ ધ અમેરિકન જેરેયાટ્રિક્સ સોસાયટીમાં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓછી ઊંઘ લેતા લોકોની સરખામણીએ વધુ ઊંઘ લેતા લોકો ખૂબ જ ઝડપથી માનસિક રીતે વૃદ્ધ થઈ જાય છે.
સારી ઊંઘ લેવા માટે શું કરવું
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.