બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વાયરસનાં કારણે દક્ષિણ કોરિયાનાં લોકોમાં એટલો બધો ફફડાટ છે કે લોકોએ 2.25 ટ્રિલિયન ડોલરના નોટ અને સિક્કાને નષ્ટ કરી નાખ્યા છે. દક્ષિણ કોરિયાનાં લોકોએ કોરોના વાયરસથી બચવા માટે ચલણી નોટોને વોશિંગ મશીનમાં નાખી દીધી. આટલું જ નહીં કેટલાક લોકો તો એવા હતા કે તેમણે આખે આખી નોટોની ગડ્ડીને અવનમાં નાખી દીધી. એવામાં દક્ષિણ કોરિયાની રિઝર્વ બેંકે આ ખરાબ થઇ ગયેલા ડૉલરથી હેરાન થવું પડી રહ્યું છે.

ADVERTISEMENT
દક્ષિણ કોરિયાની બેંક કોરિયાએ કહ્યું કે છેલ્લા છ મહિનામાં વર્ષ 2019ની તુલનામાં ત્રણ ગણા વધારે નોટ બદલવામાં આવી છે. બેંકે કહ્યું કે આ બાબતનું મુખ્ય કારણ કોરોના વાયરસનો ફફડાટ છે. બેંકે કહ્યું કે જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે 1.1 અબજ ડોલર સળગેલી ચલણી નોટો બદલવામાં આવી છે જોકે ગયા વર્ષે તો 40 લાખ ડોલરની જ સળગેલી નોટ બદલવામાં આવી હતી.

ADVERTISEMENT
બેંકે એમ પણ કહ્યું કે ઓવનમાં જ નોટો સળગી ગયા હોય તેના મામલા ખૂબ વધારે સામે આવી રહ્યા છે. આ વર્ષના છ મહિનામાં જ 2.25 ટ્રિલિયન ડોલરની ફાટેલી નોટો અને સિક્કા જમા થયા છે. આ સિક્કા અને નોટોને ગરમ કરવા માટે ઓવન અને વોશિંગ મશીનમાં નોટોને નાખી દેવામાં આવી.
કોરિયાની આ બેંકે ઉદારહણ પણ આપ્યું કે એક વ્યક્તિએ 30 હજાર ડોલરની ચલણી નોટો પાછા આપતા કહ્યું કે તેણે નોટોને વોશિંગ મશીનમાં નાખી દીધી હતી. એક બીજા મામલામાં કિમ નામના એક વ્યક્તિએ 5.2 મિલિયન વોન માઈક્રોવેવ ઓવનમાં નાખી દીધી જેથી કોરોના વાયરસ મરી જાય. કિમનું ભાગ્ય સારું હતું કે મોટા ભાગની નોટો બચી ગઈ. નોંધનીય છે કે આ જ બેંકે પોતે માર્ચ મહિનામાં અમુક નોટોને સળગાવી નાખી હતી અને કહ્યું હતું કે અમે અમુક નોટને બે સપ્તાહ સુધી અલગ રાખી રહ્યા છે જેથી કોરોના વાયરસ ખતમ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.