બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / kolkata experts say omicron ba 2 subvariant targets stomach more than lungs

ચોથી લહેરનાં એંધાણ! / Omicron BA.2 હવે ફેફસાં નહીં પણ આ અંગો પર કરશે અટેક, નિષ્ણાંતોના દાવાથી મચ્યો હડકંપ

Dhruv

Last Updated: 02:26 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનાં નવા વેરિઅન્ટને લઇને નિષ્ણાંતોનો ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે, Omicron BA.2 હવે ફેફસાં સિવાયનાં અંગોને જકડશે.

  • ચોથી લહેર પહેલાં નિષ્ણાંતોનો ચોંકાવનારો દાવો
  • નવા સબવેરિયન્ટ Omicron BA.2 નાં રૂપમાં ફરી કહેર વર્તાવવાનો શરૂ કર્યો
  • કોરોનાની ચોથી લહેરમાં કોરોનાના લક્ષણો સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે

સમગ્ર વિશ્વમાંથી હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. કારણ કે હવે Omicronએ તેના નવા સબવેરિયન્ટ Omicron BA.2 નાં રૂપમાં એક વાર ફરી કહેર વર્તાવવાનો શરૂ કર્યો છે. ત્યારે એશિયા અને યુરોપના મોટા ભાગના દેશોમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિશ્વમાં કોઈ પણ સમયે કોરોનાની ચોથી લહેર આવી શકે છે.

દરમિયાન, કોલકાતામાં નિષ્ણાંતોના એક વર્ગે એવી ચેતવણી પણ આપી છે કે, કોરોનાની ચોથી લહેરમાં કોરોનાના લક્ષણો સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. આ વખતે લોકોને પેટ અથવા આંતરડા સંબંધિત લક્ષણોનો અનુભવ થઇ શકે છે. તેનું સૌથી મોટું નુકસાન એ છે કે, વાયરસને ઓળખવો મુશ્કેલ બની શકે છે.

નિષ્ણાંતો એવી ચેતવણી આપી રહ્યાં છે કે, ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2એ યુરોપ અને પૂર્વ એશિયામાં તબાહી મચાવી દીધી છે અને ઘણાં દેશોમાં કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ વેરિઅન્ટને લઇને સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, તે ફેફસાંને બદલે પેટને અસર કરી રહ્યો છે. જેના કારણે પેટમાં દુ:ખાવો થવો, ઉબકા અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. ચાલો જાણીએ કે ભારતમાં Omicron સબવેરિયન્ટ વિશે નિષ્ણાતો શું કહે છે.

આ વખતે BA.2 ફેફસાંને બદલે પેટ પર કરી શકે છે હુમલો

કોલકાતાના નિષ્ણાંતોએ જણાવ્યું કે, BA.2 નાં લક્ષણો ઉધરસ અથવા શ્વાસની તકલીફને બદલે પેટના લક્ષણો સાથે સંકળાયેલ છે. તેઓએ કહ્યું કે, એ શક્ય છે કે વાયરસે હવે તેની પેટર્ન બદલી છે અને પેટ પર તે અસર કરી રહ્યો છે. એક અભ્યાસ એવું સૂચવે છે કે, RT-PCR દ્વારા તેને કદાચ ઓળખવો મુશ્કેલ થઇ શકે છે.

BA.2ના લક્ષણો હળવા હોઈ શકે છે

BA.2ના અન્ય લક્ષણો વિશે વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના પ્રોફેસર દીપેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પ્રકાર હળવો હોવાની શક્યતા છે. જેથી તે સામાન્ય ઉધરસ અને શરદી કરતાં વધુ નુકસાનકારક ન હોવું જોઈએ.

BA.2 ના પેટ સાથે સંકળાયેલા લક્ષણો

UK સ્થિત એક ટેબ્લોઇડ મુજબ, સ્ટીલ્થ ઓમિક્રોન અથવા BA.2 નાકને બદલે આંતરડાને અસર કરે છે, જેના કારણે પાચન તંત્રને લગતી ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેનાં પરિણામો જરૂરથી ખોટાં હોઈ શકે છે કારણ કે નાક અથવા મોમાં વાયરસ વિશે શોધી શકાતું નથી. આ વેરિઅન્ટ ઉબકા, ઝાડા, ઉલટી, પેટમાં દુ:ખાવો, ગરમી અને પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

દર્દીઓ આંતરડામાં અનુભવી શકે છે BA.2 નાં લક્ષણો

સીએમઆરઆઈ હોસ્પિટલના પલ્મોનોલોજીના ડાયરેક્ટર રાજા ધરે જણાવ્યું હતું કે, RT-PCRમાં વાયરસની અનિશ્ચિત રહેવાની શક્યતા નથી, જો કે તે પેટમાં જઈ શકે છે અને લક્ષણોમાં વધારો કરી શકે છે. કોરોનાનો ફેલાવો ફેફસાં દ્વારા થાય છે, જેથી તેની વિશે જાણી શકાય તે શક્ય છે. પરંતુ આ ફેલાવો પેટ દ્વારા પણ થઈ શકે છે. આથી, શક્ય છે કે મુખ્ય લક્ષણો હવે શ્વસન માર્ગના બદલે આંતરડાની આસપાસ કેન્દ્રિત હશે.

આંતરડાના લક્ષણોને અવગણશો નહીં

ડૉક્ટર આરએન ટૈગોરે કહ્યું કે, પ્રથમ અને બીજી લહેર દરમિયાન ઝાડા થવા તેમજ પેટમાં દુ:ખાવો થવો એ કોરોનાના સામાન્ય લક્ષણો હતાં. લાખો દર્દીઓમાં ગેસ્ટ્રો અને આંતરડા સાથે જોડાયેલા લક્ષણો હતાં. આપણે સ્ટ્રેનને જોવાની તેમજ તેનું વિશ્લેષણ કરવાની ખાસ જરૂરિયાત છે. તેઓએ જણાવ્યું કે, મળ દ્વારા વાયરસનો ફેલાવો એક અઠવાડિયા સુધી થઇ શકે છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, એ શક્ય છે કે થૂંકની તુલનામાં કોરોનાને મળ દ્વારા આપણે જરૂરથી શોધી શકીએ છીએ. જેનો સફળતા દર 65% થી 70% જેટલો છે.

સ્નાયુઓનો થાક એ પણ BA.2 નું મોટું લક્ષણ છે

જે દેશોમાં ચોથી લહેરની અસર થઈ છે, ત્યાં સ્નાયુઓનો થાક લાગવો એ એક સામાન્ય લક્ષણ છે. કોલકાતાના નિષ્ણાંતોએ જણાવ્યું કે, ત્રીજી લહેર દરમિયાન પણ આ સામાન્ય હતું. પરંતુ ત્રીજી લહેર દરમિયાન ઉધરસ અને તાવની સાથે-સાથે અંગોમાં નબળાઈ આવવી એ લોકોની સૌથી વધારે ફરિયાદ હતી. આપણે હવે માત્ર ખાંસી અને શરદીના બદલે આ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ