બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Kolkata created history metro trial run in underwater metro tunnel, watch the video

કોલકાતા / VIDEO: નદીની નીચે પાતાળમાં દોડી મેટ્રો, ટનલમાં જ સ્ટેશન... ટ્રાયલ વીડિયો જોઈને થઈ જશો અચંબિત

Megha

Last Updated: 01:50 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kolkata Underwater Metro: આ અંડરવોટર મેટ્રોના ટ્રાયલ રનનો એક વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે ટ્વિટર પર શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે.

  • દેશમાં પહેલીવાર નદીની નીચેથી મેટ્રો પસાર થઈ
  • કોલકાતા મેટ્રોએ આ કમાલ કરી બતાવ્યો છે
  • હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે

Kolkata Underwater Metro: જે લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે એમને ઘણી વખત જોયું હશે કે મેટ્રો જમીન ઉપર અને જમીનની નીચે ચાલે છે પણ શું તમે ક્યારેય નદીની નીચે ચાલતી અંડરવોટર મેટ્રો જોઈ છે? જણાવી દઈએ કે કોલકાતા મેટ્રોએ આ કમાલ કરી બતાવ્યો છે અને દેશમાં પહેલીવાર નદીની નીચેથી મેટ્રો પસાર થઈ છે. 

આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે
જાણવા જેવુ છે કે મેટ્રોએ હુગલી નદીની નીચે ટનલ બનાવી છે અને આ ટનલ દ્વારા મેટ્રો કોલકાતાથી હાવડા પહોંચી છે. નોંધનીય છે કે આ અંડરવોટર મેટ્રોના ટ્રાયલ રનનો એક વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે ટ્વિટર પર શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે. આ સાથે જ હુગલી નદીની નીચે મેટ્રો રેલ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને કોલકાતાથી હાવડા સુધીના આ રૂટ પર મેટ્રો સેવાઓ આ વર્ષેમાં જ શરૂ થઈ જશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે
સાથે જ એ વાત જાણવા જેવી છે કે જ્યારે આ સેવા શરૂ થશે ત્યારે હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે. મહત્વનું છે કે તે સપાટીથી 33 મીટર નીચે છે અને નદીની નીચે મેટ્રો માટે બે ટનલ બનાવવામાં આવી છે.

આ ટનલ અડધો કિલોમીટર લાંબી છે
નોંધનીય છે કે હુગલી નદીની નીચે બનેલી આ મેટ્રો ટનલ 520 મીટર લાંબી છે અને હાવડાથી એસ્પ્લેનેડ સુધીના રસ્તાની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. આ સાથે જ 520 મીટરની પાણીની અંદરઆ ટનલ આવેલી છે. સાથે જ જો આગળ વાત કરીએ તો ટનલની લંબાઈ 10.8 કિમી અંડરગ્રાઉન્ડ છે અને આ અડધા કિલોમીટરની પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો 1 મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે. 

જણાવી દઈએ કે કોલકાતા મેટ્રોની આ ટનલ લંડન અને પેરિસ વચ્ચેની ચેનલ ટનલમાંથી પસાર થતી યુરોસ્ટાર ટ્રેનની જેમ બનાવવામાં આવી છે.  

દરરોજ 7 મહિના માટે યોજાશે ટ્રાયલ 
આ સાથે જ કોલકાતા મેટ્રોના જનરલ મેનેજર પી. ઉદય કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ માત્ર શરૂઆત છે અને આ રૂટ પર નિયમિત સાત મહિના સુધી ટ્રાયલ રન કરવામાં આવશે. એ બાદ ટૂંક સમયમાં જ સામાન્ય જનતા માટે નિયમિત સેવાઓ શરૂ થશે.

આ અંડરવોટર મેટ્રો ટનલનો નીચેનો ભાગ પાણીની સપાટીથી 36 મીટર નીચે છે. અહીં ટ્રેનો જમીનના સ્તરથી 26 મીટર નીચે દોડશે. તે કોઈ એન્જિનિયરિંગ અજાયબીથી ઓછું નથી. આ ટનલ 120 વર્ષની સર્વિસ લાઇફ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને નદીની સુરંગોમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ