બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Extra / know-why-did-sri-krishna-break-his-flute

NULL / કેવી રીતે થયું હતું રાધાનું મૃત્યુ શ્રીકૃષ્ણે કેમ તોડી હતી વાંસળી?

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જ્યારે પણ પ્રેમની મિસાલ આપવામાં આવે છે તો શ્રીકૃષ્ણ રાધાની જોડીનું પહેલું નામ આવે છે. રાધા શ્રીકૃષ્ણના પ્રેમની જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે. 

રાધા શ્રીકૃષ્ણનો બાળપણનો પ્રેમ હતી. શ્રીકૃષ્ણ જ્યારે 8 વર્ષના હતા ત્યાપે બંનેએ પ્રેમની અનુભૂતિ કરી. એમને જીંદગી ભર પોતાના મનમાં પ્રેમની સ્મૃતિઓને બનાવી રાખી.

કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણને માત્ર બે જ ચીજો સૌથી વધારે પ્રિય હતી. આ બંને ચીજો પણ આપસમાં એકબીજાથી ગાઢ રીતે જોડાયેલી હતી  વાંસળી અને રાધા. 



કૃષ્ણની વાંસળીની ધુન જ હતી જેનાથી રાધા શ્રીકૃષ્ણ તરફ ખેંચાઇ હતી. રાધાના કારણે શ્રીકૃષ્ણ વાંસળીને હંમેશા પોતાની પાસે રાખતા જ હતા. વાંસળી શ્રીકૃષ્ણનો રાધા પ્રત્યે પ્રેમનું પ્રતિક છે. આમ તો રાધાથી જોડાયેલી અલગ અલગ સ્ટોરી છે પરંતુ એક પ્રચલિત કહાની આજે જણાવીએ છીએ. 

ભગવાન શ્રીકૃષ્ણથી રાધા પહેલી વખત ત્યારે અલગ થઇ જ્યારે મામા કંસે બલરામ અને કૃષ્ણને આમંત્રિત કર્યા. વૃંદાવનના લોકો આ સમાચાર સાંભળીને દુખી થઇ ગયા હતા. રાધાને અલવિદા કહીને કૃષ્ણ એમનાથી દૂર જતા રહ્યા. 

કૃષ્ણ રાધાને એ વચન આપીને ગયા હતા કે એ પાછા આવશે. પરંતુ કૃષ્ણ રાધાની પાસે પાછા આવ્યા નહીં. એમના લગ્ન પણ રુક્મણી સાથે થયા. રપક્મનીએ પણ કૃષ્ણને મેળવવા ખૂબ મહેનત કરી હતી. 



શ્રીકૃષ્ણ સાથે લગ્ન માટે એ એમના ભાઇ રુકમીની વિરુદ્ધ ચાલી ગઇ. રાધાની જેમ એ પણ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી. રુક્મનિએ શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ મોકલ્યો હતો કે એ આવીને એને પોતાની સાથે લઇ જાય. ત્યારબાદ જ કૃષ્ણ રુક્મણીની પાસે ગયા અને એની સાથે લગ્ન કરી લીધા. 

રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વખત મળ્યા તો રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે ભલે એ એમનાથી દૂર જઇ રહ્યા છે પરંતુ મનથી કૃષ્ણ હંમેશા એમની સાથે જ રહેશે. ત્યારબાદ કૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બાકીના રાક્ષસોને મારવાનું પોતાનું કામ પૂર્ણ કર્યું. ત્યારબાદ પ્રજાની રક્ષા માટે તેઓ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા. 



જ્યારે કૃષ્ણ વૃંદાવનથી નિકળી ગયા ત્યારથી રાધાની જીંદગીએ અલગ જ મોડ લઇ લીધો. રાધાના લગ્ન એક યાદવ સાથે થઇ ગયા. રાધાએ પોતાના દાંપત્ય જીવનની તમામ રસ્મો નિભાવી અને વૃદ્ધ થઇ ગઇ પરંતુ એમનું મન ત્યારે પણ કૃષ્ણ માટે સમર્પિત હતું. 

છેલ્લી વખત રાધા પોતાના પ્રિયતમ કૃષ્ણને મળવા દ્વારકા પહોંચી તો એને કૃષ્ણ અને રુક્મણીના લગ્ન માટે સાંભળ્યું પરંતુ એ દુખી થઇ નહીં. 

જ્યારે કૃષ્ણએ રાધાને જોઇ તો ખૂબ પ્રસન્ન થઇ બંને સંકેતોની ભાષામાં ઘણા સમય સુધી વાત કરતા રહ્યા. રાધાના અનુરોધ પર કૃષ્ણે એને મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યા. 



પરંતુ રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલાની જેમ આધ્યાત્મિક લગાવ મહેસૂસ કરી શકતી નથી એટલા માટે રાધાએ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું. રાધાએ વિચાર્યું કે એ દૂર જઇને ફરીથી શ્રીકૃષ્ણની સાથે ગાઠ આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે. 

ધીરે ધીરે સમય પસાર થતો ગયો રાધા બિલકુલ એકલી અને નબળી પડી ગઇ. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. છેલ્લા સમયમાં ભગવાન શ્રકૃષ્ણ એમની સામે આવી ગયા. 

કૃષ્ણે રાધાને કહ્યું કે એ એમની પાસે કંઇક માંગે પરંતુ રાધાએ ના પાડી દીધી. કૃષ્ણે ફરીથી પૂછવા પર રાધાએ કહ્યું કે એ છેલ્લી વખત એમને વાંસળી વગાડતા જોવા ઇચ્છે છે. શ્રીકૃષ્ણે વાંસળી લીધી અને ખૂબ જ સુરીલા ધુનમાં વગાડવા લાગ્યા. 



વાંસળીની ધુન સાંભળતા સાંભળતા જ રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. રાધાના મૃત્યુને શ્રીકૃષ્ણ સહન કરી શક્યા નહીં. કૃષ્ણે પ્રેમના પ્રતિીકાત્મક અંતના રૂપમાં વાંસળી તોડીને ઝાડીમાં ફેંકી દીધી. ત્યારબાદ શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં વાંસળી અથવા કોઇ અન્ય વાદક યંત્ર વગાડ્યું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ