કામની વાત /
સુકન્યા સમૃદ્ધિ યોજના : તમારી નાની ભૂલથી દીકરીનુ સપનુ ન તૂટી જાય, 2 દિવસમાં કરી લો આ કામ
Team VTV12:31 PM, 31 Mar 21
| Updated: 12:31 PM, 31 Mar 21
દીકરીના સારા ભવિષ્ય માટે કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ ખાતુ છે પરંતુ કોઇ એવી ભૂલ ન થાય જેનાથી તમારી દીકરીના સપના તૂટી જાય.
સુકન્યા સમૃદ્ધિ ખાતુ છે તો કરો આ કામ
2 દિવસમાં પૈસા નહી ભરો તો બંધ થઇ જશે
નાની ભૂલથી દીકરીના ભવિષ્ય સાથે ચેડા થશે
આ ખાસ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના લગ્નને લઇને બનવવામાં આવી હતી. જેના હેઠળ તમે દર વર્ષે પોતાની દીકરી માટે 500 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. હાલનુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ સમાપ્ત થાય છે. જો તમે પણ પોતાની દીકરીના ખાતામાં રાશિ જમા નથી કરાવી તો તેના માટે તમારે પેનલ્ટી ચૂકવવી પડશે. વધારે સમય સુધી તમે પૈસા નહી ભરો તો તમારુ ખાતુ બંધ પણ થઇ શકે છે.
નિયમ અનુસાર ખાતાને ચાલુ રાખવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા તમારે જમા કરવા જરૂરી છે. આ રકમ પણ જમા ન કરવામાં આવે તો તેને ડિફોલ્ટ ખાતુ માનવામાં આવે છે અને બાદમાં તે ઇનએક્ટિવ થઇ જાય છે. જે બાદ તમારે તેને એક્ટિવ કરાવવા માટે બેન્ક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડશે.
કેવી રીતે એક્ટિવ કરશો ખાતુ
પોસ્ટ ઓફિસની વૅબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર તમારી દીકરીનું સુકન્યા ખાતુ બંધ થઇ જાય તો પોતાની પોસ્ટ ઓફીસની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફરીથી ખાતુ ખોલાવવુ પડશે. સાથે જ પેનલ્ટી પણ ચૂકવવી પડશે.
250 રૂપિયામાં ખોલાવો ખાતુ
આ સ્કીમ એક પોસ્ટ ઓફીસ આધારીત સ્કીમ છે. એટલે કે તમે દેશમાં કોઇ પણ જગ્યાએ આવેલી પોસ્ટ ઓફીસમાંથી ખોલાવી શકો છો. ખાસ વાત તે છે કે તમારે ઓછામાં ઓછા 250 રૂપિયા ભરવા પડશે. 21 વર્ષ સુધી તમારે આ રાશિ ભરવી પડશે.
જરૂરી દસ્તાવેજ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ કે નજીકની બેન્કમાં પોતાની દીકરીનુ બર્થ સર્ટીફીકેટ પણ જમા કરાવવુ પડશે. સાથે જ બાળકી અને માતા પિતાનુ ઓળખાણ પત્ર જેમ કે પાન કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વેગેરે. જ્યાં રહેઠાણ છે તે જગ્યાનુ પ્રમાણપત્ર જેમકે પાસપોર્ટ, વીજળીનુ બિલ વગેરે જમા કરાવવુ પડશે.
નિયમ અને શરતો
ખાતુ ખોલાવવાના 21 વર્ષ પૂર થયા બાદ ખાતુ મેચ્યોર થઇ જશે પરંતુ શરત તે છે કે જો દીકરીના લગ્ન 21 વર્ષ પહેલા કરાવી દેવામાં આવે છે તો તે જ સમયે ખાતુ બંધ કરી દેવુ પડશે.
પહેલા માત્ર 2 દીકરીઓનુ ખાતુ ખોલાવવામાં આવતુ હતુ પરંતુ હવે તમે 3 ખાતા પણ ખોલાવી શકો છો.
જોડીયા બાળકોના જન્મ થયા હોય અને પહેલા જ જન્મમાં 3 બાળકીઓ પેદા થાય છે તો ખાતુ ખોલાવી શકાય છે.
ખાતામાં વાર્ષિક 250 રૂપિયા જમા નહી કરાવો તો ખાતુ ઇનએક્ટિવ થઇ જશે
દીકરીના 18 વર્ષ થવા સુધી SSY ખાતુ સંભાળવાની અનુમતિ નહી આપે