બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / know the method how to make kada to avoid cold

રેસિપી / રોજ સવારે પીઓ તુલસીનો ઉકાળો, શરદી-ઉધરસ રહેશે દૂર, જાણો બનાવવાની રીત

Bhushita

Last Updated: 10:38 AM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ ફીવર હોય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સ્વાસ્થ્યવર્ધક છે શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે.

આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. તુલસીનું આર્યુવેદિક મહત્વ પણ ઘણું છે. સાત્વિકની સાથે આરોગ્યને લગતા પણ અનેક ફાયદા તુલસીથી મળે છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસીનો ઉકાળો કે તુલસીના પાનને ચાવવાનું મહત્વ વધારે રહે છે. શરદી અને ઉધરસમાં તુલસી અસરકારક સાબિત થાય છે. તો આવો આજે જાણીએ સરળ રીતે તુલસીનો ઉકાળો બનાવવાની રીત.

તુલસીનો ઉકાળો

સામગ્રી


10 તુલસીના પાન
શક્ય હોય તો લીલી ચા
1 ઈંચ આદુ વાટેલું
4 કપ પાણી
3 ચમચી ગોળ


રીત

પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી નાંખી ધીમા તાપે તેને ઉકાળી લો. જ્યારે તે થોડું ગરમ થાય ત્યારે તેમાં તુલસીના પાન, લીલી ચા અને આદુ નાંખી દો અને પછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ઉકળી જાય ત્યારે ગેસ બંઝ કરો અને તેમાં ગોળ મિક્સ કરી લો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ તેમાં સારી રીતે ઓગળી જાય. હવે આ ઉકાળાને 2 મિનિટ ઠંડો થવા દો. પછી તેને કપમાં ગાળી લો અને શક્ય તેટલું ગરમ પીવાનો આગ્રહ રાખો. 

(નોંધ - તુલસીના આ ઉકાળામાં તમે સ્વાદ પ્રમાણે લીંબુ અને અન્ય મસાલા જેમકે મરી, તજ વગેરે પણ  ઉમેરી શકો છો.)

 


 
તુલસીનો ઉકાળો પીવાના ફાયદા

- તુલસીનો ઉકાળો બદલાતી સિઝનમાં થતી શરદી-તાવ અને ગળાની ખારાશથી છુટકારો આપે છે.
- તુલસીના પાનના ઉકાળામાં ચપટી સંચળ નાંખીને પીવાથી ફ્લૂ રોગ મટે છે. 
- પથરી કાઢવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ઉકાળામાં રોજ 1 ચમચી મધ ઉમેરીને 6 મહિના સુધી સેવન કરો.
- હાર્ટની બીમારી હોય તેઓએ રોજ તુલસીનું સેવન જરૂર કરવું. તુલસી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તુલસી અને હળદરના પાણીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત રહે છે.
- ચહેરાની ચમક અને રંગત કાયમ રાખવા તુલસીના પાનનો રસ કાઢીને બરાબર માત્રામાં લીંબૂનો રસ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવી લો. કરચલીઓ દૂર થશે અને ખીલ પણ નહીં થાય.
- ક્રોનિક-માઈગ્રેનની તકલીફમાં પણ તુલસીનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
- રોજ 4-5 વાર તુલસીના 6-7 પાન ચાવવાથી માઈગ્રેનની સમસ્યામાં આરામ મળી શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Recipe Tulsi Leaves basil leaves cold kadha method to make tulsi kadha ukalo viral infection ઉકાળો રેસિપી recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ